નેશનલ

Arvind Kejriwal પર હુમલાનો પ્રયાસ, વ્યક્તિની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એક અજાણ્યા વ્યક્તિએ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શનિવારે સાંજે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની વચ્ચે ઘુસી ગયો અને તેમના પર પ્રવાહી જેવું કંઈક ફેંકવાનો પ્રયાસ કર્યો. અરવિંદ કેજરીવાલ પાસે ઉભેલા સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો. જેની બાદ વ્યક્તિને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને ઝટકોઃ હાઈ કોર્ટે શું આપ્યો આદેશ, જાણો?

હજુ સુધી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી

અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. કેજરીવાલની સુરક્ષા માટે તૈનાત જવાનોએ તરત જ વ્યક્તિને પકડી લીધો હતો. તેમજ સુરક્ષાકર્મીઓએ તેના હાથમાં રહેલું પ્રવાહી પણ છીનવી લીધું હતું. આ પછી સુરક્ષાકર્મીઓએ તેને માર મારવાનું શરૂ કર્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ આરોપીને વધુ પૂછપરછ માટે પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ અધિકારીઓ અરવિંદ કેજરીવાલ પર આ પ્રકારના હુમલાની તપાસ કરી રહ્યા છે.

પૂર્વ સીએમની સુરક્ષામાં ચૂક

આ સમગ્ર મામલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. જોકે, આ ઘટનાએ જાહેર પ્રચાર દરમિયાન પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. આ પહેલા પણ પૂર્વ સીએમ પર ઘણા હુમલા થઈ ચૂક્યા છે.

દિલ્હીમાં પદયાત્રા કરતા હતા કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા સાથે જોડાવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ દિલ્હીના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button