નેશનલ

Delhi: MLAના Hourse trading મામલે આતિશીના ઓએસડીએ સ્વીકારી નોટિસ, 24 કલાકમાં આપવો પડશે જવાબ

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની ખરીદીના આરોપો અંગે નોટિસ આપવા માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રવિવારે દિલ્હી સરકારના પ્રધાન આતિશીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન આતિશી તેનાં ઘરે હાજર ન હતી જેના પછી ક્રાઈમ બ્રાંચની ટીમ પરત ફરી હતી. બાદમાં ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આતિશીના ઘરે પહોંચી અને તેના OSD દીપક દહિયાને નોટિસ આપી. આતિશીએ 5મી ફેબ્રુઆરી સુધીમાં એટલે કે 24 કલાકની અંદર નોટિસનો જવાબ આપવાનો રહેશે.

એક દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવીને ભાજપના સાત ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ અંગેના તેમના દાવાની તપાસ અંગે ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. કેજરીવાલ અને આતિશીએ 27 જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે ભાજપ ધારાસભ્યોને AAP સરકારને તોડી પાડવા માટે આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં દરેકને 25 કરોડ રૂપિયા અને ટિકિટની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કરી રહી હતી.

જોકે આ પહેલીવાર નથી કે કેજરીવાલે આવો દાવો કર્યો હોય, પણ આ વખતે ભાજપે તેમના આક્ષેપો સામે પલટવાર કર્યો છે. ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ આતિશી પર પ્રહાર કરતા કહ્યું કે આતિશી પણ અરવિંદ કેજરીવાલ જેવા પુરાવા હોવાની વાત કરી રહ્યા હતા. હવે ભાજપની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ પુરાવા એકત્ર કરવા ગઈ છે અને આતિશી પણ ગુમ છે. EDનું ધ્યાન હટાવવા માટે આવા આક્ષેપો કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

થોડા દિવસો પહેલા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાંથી દરેકને પક્ષપલટા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કથિત દારૂ કૌભાંડમાં તેમની ધરપકડ કરવા અને દિલ્હીમાં તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker