2015 બાદ પહેલીવાર કેજરીવાલ છત્રસાલ સ્ટેડિયમમાં ધ્વજ નહીં ફરકાવે! AAPના નેતા ધ્વજ ફરકાવશે

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નજીક (Independence day) આવી રહ્યો છે, સામાન્ય રીતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ધ્વજ ફરકાવતા હોય છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind kejriwal) જેલમાં છે ત્યારે ધ્વજ કોણ ફરકાવશે એ પ્રશ્ન હતો. એવામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને જણાવ્યું છે કે દિલ્હીના સૌથી વરિષ્ઠ પ્રધાન આતિશી (Atishi) 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે.
દિલ્હી સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે આતિશી કેજરીવાલની ગેરહાજરીમાં ધ્વજ ફરકાવશે. કેજરીવાલ રદ કરાયેલી 2021-22ની એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓ અંગેના મામલામાં જેલમાં છે. એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ થયા બાદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું. આ વર્ષની શરૂઆતમાં આતિશીને પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના મુખ્ય પ્રધાન છત્રસાલ સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવે છે. કેજરીવાલ 2015થી દિલ્હી સરકારના કાર્યક્રમમાં ધ્વજ ફરકાવે છે. પરંતુ આ વર્ષે 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
Also Read –