ટોપ ન્યૂઝનેશનલ

આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદેથી આપ્યું રાજીનામું, વિધાનસભા કરી ભંગ…

નવી દિલ્હીઃ નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી માર્લેના આજે એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) વી કે સક્સેનાને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામુ સુપરત કર્યું હતું. ત્યાર બાદ તેમણે વિધાનસભા ભંગ કરી હતી અને આ અંગે જાહેરનામુ બહાર પાડ્યું હતું.

Also read : દિલ્હીમાં કારમી હાર બાદ કેજરીવાલ હવે શું કરશે? જાણો કયા છે વિકલ્પ

ગયા વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામુ આપ્યા બાદ આતિશીએ મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેો દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પહેલા કૉંગ્રેસના શીલા દિક્ષીત અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જોકે, તેમનો કાર્યકાળ સાડા ચાર મહિનાનો જ રહ્યો અને તેમને રાજીનામુ આપવું પડ્યું છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 70માંથી 48 સીટ જીતીને બહુમતી મેળવી છે. આપના ખાતામાં 23 સીટ આવી છે અને એઝ યુઝવલ કૉંગ્રેસ અહીં પોતાનું ખાતુ ખોલાવી શકી નથી. જોકે, કાલકાજી બેઠક પરથી આતિશીએ જીત મેળવીને પાર્ટીની રહીસહી લાજ રાખી છે. આતિશીએ ભાજપના રમેશ બિધૂડીને 3,500 થી વધુ મતોથી હરાવ્યા છે.

Also read : મિલ્કીપુરમાં સમાજવાદી પાર્ટીની હાર બાદ સમાજવાદી પાર્ટીની ઓફિસમાં લાગ્યું નવું પોસ્ટર, કહી આ વાત

અરવિંદ કેજરીવાલને ભાજપના પરવેશ વર્મા સામે 4,089 મતોના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મનીષ સિસોદિયાને ભાજપના તરવિંદર સિંહ મારવાહે 675 મતોથી શિકસ્ત આપી છે અને ગ્રેટર કૈસાશના સૌરભ ભારદ્વાજને ભાજપના શિખા રોયે 3188 મતોથી હરાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button