નેશનલ

“કેજરીવાલ કરતાં આતિષી હજાર ગણા સારા” LGના ટોણાં પર કેજરીવાલની પ્રતિક્રિયા

નવી દિલ્હી: થોડા દિવસ પૂર્વે દિલ્હીના રાજ્યપાલ વી. કે. સક્સેનાએ એક સમારોહ દરમિયાન આતિશીના વખાણ કરતાં કેજરીવાલનું નામ લીધા વિના જ ટોણો મારતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી પૂર્વ મુખ્ય પ્રધાન કરતા હજાર ગણા સારા છે. આ નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું હતું, એલજીના આ નિવેદન પર અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે.

રાજ્યપાલે આપના નેતાને વખાણ્યા
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એલજી દ્વારા અરવિંદ કેજરીવાલનું નામ લીધા આતિષીનાં વખાણ કરી ટોણો મારી દીધો હતો. મીડિયા દ્વારા અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર કહી રહ્યા છે કે આતિશી ખૂબ સારું કામ કરી રહી છે, તે અરવિંદ કેજરીવાલ કરતા હજાર ગણી સારી છે, તો શું તમે દિલ્હીમાં અવ્યવસ્થા ફેલાવી દીધી હતી? તેના જવાબમાં કેજરીવાલે કહ્યું, ‘તે સારી વાત છે. એલજી સાહેબ અમારી પાર્ટીના નેતાઓને પસંદ કરે છે. આજ સુધી એલજી સાહેબે ભાજપના કોઈ નેતા વિશે કહ્યું નથી કે સારું કરે છે. અમારા પક્ષના નેતા વિશે વાત કરી. હું એલજી સાહેબને કહેવા માંગુ છું કે તેઓ મારા નામ પર મત આપે કે આતિશીના નામ પર, તેમણે ઝાડુના પ્રતિકને જ મત આપવો જોઈએ.


Also read:‘તમે જ નક્કી કરો કે ચોર કોણ છે’ કેજરીવાલે જનતા કી અદાલતમાં ભાજપ પર પ્રહાર કર્યા


આટલા વચનો રહી ગયા બાકી
અરવિંદ કેજરીવાલે આ ઈન્ટરવ્યુ દરમિયાન એ વાતનો સ્વીકાર કર્યો હતો કે 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે દિલ્હીને ત્રણ વચનો આપ્યા હતા, જે તેઓ નથી પૂરા કરી શક્યા. તેમણે કહ્યું કે તે સમયે દિલ્હીના રસ્તા, યમુનાની સફાઇ અને 24 કલાક સ્વચ્છ પાણી પુરવઠાના જે વચનો આપ્યા હતા તે તેઓ પૂરા કરી શક્યા નથી. કેજરીવાલે કહ્યું કે કોરોના અને જેલમાં જવાને કારણે તેઓ આ વચનો પૂરા કરી શક્યા નથી અને જો જનતા તેમને ત્રીજી તક આપશે તો તેઓ આ વચનો પૂરા કરશે.


Also read: “હું હોડી વિના સંસદ નહિ પહોંચી શકું” શશી થરૂરે શા માટે આવું કહ્યું ?


દિલ્હીમાં બનશે આપની સરકાર
ભાજપ અને કોંગ્રેસના નેતાઓને લાવવાના પ્રશ્ન પર, AAP વડાએ કહ્યું કે તેઓ પરિવારનો વિસ્તાર કરી રહ્યા છે. તે ઈચ્છે છે કે એક દિવસ દિલ્હીના બે કરોડ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય. કેજરીવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફરી એકવાર દિલ્હીમાં તેમની સરકાર બનવા જઈ રહી છે. બેઠકોની સંખ્યાને લઈને કોઈ પણ આગાહી ટાળતા તેમણે કહ્યું કે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર રચાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button