સિક્યોરિટી એજન્સીઓએ આતંકવાદીઓની યાદી તૈયાર કરી, જાણો આતંકવાદીઓના નામ અને કામ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોના મોત નીપજ્યા (Pahalgam Attack) હતાં. ત્યાર બાદથી આતંકવાદ પર જોરદાર પ્રહાર કરવા ભારત સરકાર મક્ક્મ છે.
સરકારની વિવિધ એજન્સીઓ આતંકવાદી નેટવર્કને તોડી પાડવા કામ કરી રહી છે. અહેવાલ એજન્સીઓએ પાકિસ્તાનથી ચાલતા આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં સામેલ આતંકવાદી સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જોવા મળ્યાં 4 શંકાસ્પદ લોકો, સેનાએ હાઇ એલર્ટ જાહેર કર્યું…
સિક્યોરીટી એજન્સીઓએ તૈયાર કરેલી યાદીમાં જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં લોન્ચિંગ કમાન્ડરથી માંડીને કાશ્મીરમાં ગ્રાઉન્ડ પર આતંક ફેલાવનારા તમામ આતંકવાદીઓના નામ સામેલ છે.
અહેવાલ મુજબ એજન્સીઓએ તૈયાર કરેલા રીપોર્ટમાં આ આતંકવાદીઓ કેવી રીતે કામ કરે છે એ પણ સમજાવવામાં આવ્યું છે. આતંકવાદી કૃત્ય માટે માટે કોણ કોને સૂચનાઓ આપે છે અને ભંડોળ ક્યાંથી આવે છે, એનો પણ પર્દાફાસ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા
જૈશ-એ-મોહમ્મદના આતંવાદીઓ:
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર છે, આતંકવાદી વિચારધારા ફેલાવવાની જવાબદારી મોહમ્મદ હસન પર છે. મૌલાના સજ્જાદ ઉસ્માન આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પૈસા એકઠા કરવાનું કામ કરે છે.
મૌલાના કારી મસૂદ અહેમદ પ્રચાર ફેલાવવાનું કામ કરે છે. જ્યારે, મુફ્તી અસગર મુખ્ય કમાન્ડર છે. સફીઉલ્લા સરકાર રહેમત ટ્રસ્ટનો ઈન્ચાર્જ છે. મૌલાના મુફ્તી મોહમ્મદ અસગર લોન્ચ કમાન્ડર છે. સંગઠનમાં ઇબ્રાહિમ રાથરને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા, 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ
લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ:
હાફિઝ મુહમ્મદ સઈદ લશ્કર-એ-તૈયબાનો અમીર છે. અહેવાલ મુજબ તેના દીકરા તલ્હા સઈદે હવે તેની ભૂમિકા સંભાળી લીધી છે. ઝકી-ઉર-રહેમાન લખવી લશ્કરનો ઓપરેશનલ કમાન્ડર છે. લખવીને મુંબઈ 26/11 હુમલા સહિત અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
મુંબઈ હુમલા બાદ ધરપકડ થયા બાદ, તેમને 2015 માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ 2021 માં તેમને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે લશ્કરી કામગીરી, તાલીમ શિબિરો અને હુમલાના આયોજનનું નિરીક્ષણ કરે છે, ફિલ્ડ કમાન્ડરો સાથે સંકલન કરે છે અને લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે.
આપણ વાંચો: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં મળી મોટી સફળતા, આતંકવાદીઓને ઠેકાણાને તોડી પાડ્યું
લશ્કર-એ-તૈયબાના અન્ય આતંકવાદીઓ:
સાજિદ મીર, સૈફુલ્લાહ સાજિદ જટ્ટ: મુંબઈ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ, મીર હજુ પણ ફરાર છે અને FBI તેને શોધી રહી છે. તે LeTના આંતરરાષ્ટ્રીય કામગીરી અને ભરતી પર ધ્યાન રાખે છે.
મોહમ્મદ યાહ્યા મુજાહિદ: તે લશ્કરના મીડિયા વિંગનો વડો અને અને પ્રવક્તા છે. તે સંગઠનના પ્રચાર અને કમ્યુનિકેશનનું સંચાલન કરે છે.
હાજી મુહમ્મદ અશરફ: તે સંગઠનમાં નાણાંકીય બાબતો સંભાળે છે. તે ભંડોળ ઊભું કરવા અને લોજિસ્ટિક્સની જવાબદારી પણ સંભાળે છે.
આરીફ કાસમાની: તે બીજા સંગઠનો સાથે સોદાઓ માટે મુખ્ય સંયોજકનું કામ કરે છે, તે LeTને અલ-કાયદા જેવા અન્ય આતંકવાદી જૂથો સાથે જોડવાનાનું કામ કરે છે
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, 2 જવાન શહીદ
મધ્યમ-સ્તરના કમાન્ડરો અને કાર્યકર્તાઓ:
એજન્સીઓએ તૈયાર કરેલી આ યાદીમાં ફિલ્ડ કમાન્ડરોનો સમાવેશ થાય છે, જે કાશ્મીરમાં ઘૂસણખોરી અથવા પહેલગામ જેવા હુમલા જેવા ચોક્કસ ઓપરેશનોનું નિરીક્ષણ કરે છે. તે તાલીમ પામેલા આતંકવાદીઓના નાના યુનિટ્સનું સંચાલન કરે છે, જેઓ ઘણીવાર ઓળખ ટાળવા માટે ખોટા નામો હેઠળ કામ કરે છે.
પાકિસ્તાનમાં તાલીમ પામેલો સ્થાનિક આતંકવાદી આદિલ થોકર પહેલગામ હુમલામાં સામેલ હતો. તેના ઉપરાંત અન્ય કમાન્ડરોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પેટા શાખાઓ:
- જમાત-ઉદ-દાવા: આતંકવાદી હાફીઝ સઈદના નેતૃત્વ હેઠળનું આ સંગઠન લશ્કર-એ-તોયબાની પ્રચાર શાખા તરીકે કામ કરે છે, જાહેર સમર્થન મેળવવા અને ભરતી કરવા માટે શાળાઓ, હોસ્પિટલો અને રાહત કાર્ય ચલાવે છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુનાઇટેડ સ્ટેટ્સે જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે
- ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન અને અલ મદીના અને ઐસર ફાઉન્ડેશન જેવા અન્ય સંગઠનો: આ મોરચા પ્રતિબંધોથી બચવા અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F) ના કાર્યને ચાલુ રાખવા કામ કરે છે.
- મિલ્લી મુસ્લિમ લીગ: આ પાકિસ્તાનના રાજકારણને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવેલી એક રાજકીય પાંખ છે, USએ તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે.
આર્થિક મદદ:
જમાત-એ-ઇસ્લામીનું નેટવર્ક આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાથી પૈસાની લેવડદેવડ કરે છે.