નેશનલ

Assembly elections 2023 date: રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યો માટે ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યા સુધી જાહેર કરશે તારીખો

દિલ્હી: ચૂંટણી પંચ સોમવારે, 9 ઓક્ટોબર બપોરે 12 વાગે પાંચ રાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરાવાનું છે. આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચ દિલ્હીમાં આવેલ આકાશવાણીના રંગભવન ઓડિટોરિયમમાં તારીખોની જાહેરાત કરશે. આ સમયે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના પ્રમુખ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પહેલાં પાંચ રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને સેમીફાઇનલ તરીકે જોવાઇ રહી છે. આમાંથી ત્રણ રાજ્ય એવા છે જે હિન્દી બેલ્ટમાં આવે છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સામેલ છે. ઉપરાંત દક્ષિણ ભારતના તેલંગાણામાં પણ ચૂંટણી જંગ ખેલાશે. ઉપરાંત પુર્વોત્તર ભારતના મિઝોરમને પણ ચૂંટણીની દ્રષ્ટીએ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે તે પૂર્વ ભારતમાં મતદારોની પસંદ બતાવશે.


40 સભ્યોવાળી મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે. જ્યારે 90 સભ્યો ધરાવનાર છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થશે. 230 સભ્યો ધરાવનાર મધ્ય પ્રદેશ વિધાન સભા, 200 સભ્યોવાળી રાજસ્થાન વિધાનસભા અને 119 સભ્યોનાળી છત્તીસગઢ તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ પણ જાન્યુઆરીમાં પુરો થવાનો છે. ચૂંટણી પંચ છેલ્લાં બે મહિનાથી સતત આ પાંચ રાજ્યનો પ્રવાસ કરી રહ્યું છે. જેથી ચૂંટણીની તૈયારીઓની જાણકારી મેળવી શકાય.


કહેવાઇ રહ્યું છે કે આ પાંચે રાજ્યમાં નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઇને ડિસેમ્બરના પહેલાં અઠવાડીયા દરમીયાન ચૂંટણી યોજાઇ શકે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. જોકે આજે ચૂંટણી પંચ ક્યાં રાજ્યમાં ક્યારે ચૂંટણી થશે તેની તારીખો જાહેર કરી દેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button