નેશનલ

Assembly Election: અરુણાચલમાં ફરી BJP રાજ, Congressના ખાતામાં 1 સીટ

Sikkimમાં પ્રેમસિંહ તમાંગની પાર્ટી (SKM)નો સપાટો, વિપક્ષના સુપડાં સાફ થયાં

ઈટાનગરઃ લોકસભાની ચૂંટણી શનિવારે પૂરી થયા પછી આજે પૂર્વ ભારતના મહત્ત્વના બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ (Arunachal pradesh & Sikkim Assembly election) વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ બંને રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળી છે, જ્યારે પડોશી રાજ્ય સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યા નથી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ને 32માંથી 31 બેઠક પર જીત મળી છે.

વિધાનસભાની ચૂંટણીની 60 બેઠક પર મતગણતરી પૂરી થઈ છે આ રાજ્યમાં ભગવો ફરી એક વાર લહેરાયો છે. 60 સીટમાંથી 46 બેઠક ભાજપને મળી છે, તેથી ભાજપ ફરી એક વખત સત્તામાં આવશે. નેશનલ પિપુલ્સ પાર્ટી (એનપીઈપી)ની વાત કરીએ તો આ પાર્ટીને પાંચ બેઠક મળી છે. પિપુલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (પીપીએ)ને રાજ્યની બે બેઠક પોતાના કબજામાં આવી છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ત્રણ સીટ જીતી છે. અરુણાચલમાં કોંગ્રેસને એક સીટ મળી છે, જ્યારે ત્રણ અપક્ષ ઉમેદવારને જીત મળી છે.

આ અગાઉ મુક્તો વિધાનસભાના ક્ષેત્રમાં મુખ્ય પ્રધાન પેમા ખાંડુ સામે કોઈ ઉમેદવાર મેદાનમાં નહોતા, તેથી આ સીટ તો ભાજપની હતી. ભાજપની પાસે 10 ઉમેદવાર તો પહેલાથી બિનહરીફ ચૂંટાયા હતા. 2019માં ભાજપ અરુણાચલ પ્રદેશમાં 41 સીટ પર જીત્યું હતું. એ વખતે જનતા દળ (યુનાઈટેડ)એ સાત બેઠક, એનપીપીએ પાંચ, કોંગ્રેસ ચાર અને પીપીએને એક સીટ મળી હતી. એના સિવાય બે સીટ પર અપક્ષ ઉમદેવારને જીત મળી હતી. આજે જ 60 સભ્ય અને વર્તમાન મુખ્ય પ્રધાન પેમા ખાંડુનો કાર્યકાળ પૂરો થશે. અરુણાચલમાં ભાજપને મળેલી જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવી હતી. સોશિયલ મીડિયા પર ટવિટ કરીને ભાજપના નેતાઓની સાથે કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સિક્કિમનની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ સપાટો બોલાવ્યો છે. 32 સીટમાંથી 31 સીટ પર જ્વલંત વિજય મેળવીને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી – કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એસડીએફના ખાતામાં ફક્ત એક સીટ આવી છે.

સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચો સતત બીજી વખત સત્તામાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ, સિટિઝન એક્શન પાર્ટી-સિક્કિમના ખાતામાં એક પણ બેઠક આવી નથી. સિક્કિમની 32 વિધાનસભાની 32 બેઠક પર 19 એપ્રિલના મતદાન હતું. વિધાનસભાની સાથે સિક્કિમની એક લોકસભાની સીટ પર મતદાન થયું હતું, જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ ચોથી જૂને આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button