નેશનલ

Video: આસામ પોલીસ રણવીર અલ્લાહબાદિયાને ધક્કો મારીને પુછપરછ માટે લઇ ગઈ! જુઓ વિડીયો

ગુવાહાટી: સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં વાંધાજનક ટીપ્પણીઓ કર્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) મુશ્કેલીમાં ફસાયો છે. શુક્રવારે રણવીર અલ્લાહબાદિયા ગુવાહાટીમાં આસામ પોલીસ (Assam Police) સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ કથિત રીતે રણવીરને ધક્કો મારીને લઇ ગયા હતાં. પોલીસકર્મીઓ રણવીરને પકડીને લઇ જતાં હોય એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીઓ રણવીરને ધક્કો મારી રહ્યા હોય તેવું લાગે છે.

ગુવાહાટી પોલીસે રણવીરની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે કેટલાક પોલીસ અધિકારીઓ રણવીરને સીડી ઉપર લઈ જાય છે. તેમાં કેટલાક પોલીસકર્મીઓ કેટલાક ધક્કામુક્કી અને ખેંચતાણ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

https://twitter.com/i/status/1897982216321581200

રણવીરે પોલીસને સહકાર આપ્યો:
અહેવાલ મુજબ રણવીર ગુરુવારે રાત્રે ગુવાહાટી પહોંચ્યો હતો. શુક્રવારે રણવીર ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. તેની સાથે તેના વકીલ પણ હતા.

પોલીસ અધિકારી એ જણાવ્યું કે, “રણવીર બપોરે 12.30વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો. તેની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી. તેમણે પોલીસને સહકાર આપ્યો છે અને અમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે.”

અધિકારીએ કહ્યું કે રણવીરે ભવિષ્યમાં પણ પોલીસને સહયોગ આપવાની ખાતરી આપી છે અને જ્યારે પણ તેમને કેસ માટે બોલાવવામાં આવશે ત્યારે તેઓ ગુવાહાટી આવશે.

આ પણ વાંચો…યુએસથી ડીપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ ગુનેગાર હતાં! યુએસના પૂર્વ વિદેશ સચિવનો દાવો…

આ યુટ્યુબર્સ સામે પણ કેસ:
યુટ્યુબ પર બીયરબાઈસેપ્સથી જાણીતા રણવીર અલ્લાહબાદિયાએ સમય રૈનાના યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં માતા-પિતા અને સેક્સ અંગે ટિપ્પણી કરી હતી. જેના કારણે તેના સામે કેટલાક શહેરોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

ગુવાહાટી પોલીસે 10 ફેબ્રુઆરીના રોજ ભારતીય ન્યાય સંહિતા, આઈટી એક્ટ, સિનેમેટોગ્રાફ એક્ટ અને ઇનડીસેન્ત રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહીબીશન) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈના ઉપરાંત, આ કેસમાં અન્ય યુટ્યુબર્સ કોમિક્સ આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા માખીજાનાં નામ પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button