નેશનલ

રાહુલ ગાંધીના કથિત બોડી ડબલને લઈને આસામના CM એ કહી મોટી વાત, કહ્યું ‘…તથ્યો જાહેરમાં રજૂ કરીશ

‘રાહુલ ગાંધી હાલ મણિપુરથી મુંબઈ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી રહ્યા છે (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra). જેને લઈને આસામના મુખ્યપ્રધાને રાહુલ ગાંધી પર અગાઉ એક ગંભરી આક્ષેપ કર્યો હતો. તેનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેની યાત્રામાં પોતાના બોડી ડબલનો ઉપયોગ કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે (2 ફેબ્રુઆરી) દાવો કર્યો હતો કે જનતા સમક્ષ બોડી ડબલનો (Rahul Gandhi Body Double) મુદ્દો ઉઠાવ્યા બાદ ચુપચાપ ગુવાહાટી છોડી દીધું હતું.

સીએમ હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, “અમે રાહુલ દ્વારા તેમની મુલાકાત દરમિયાન ઉપયોગમાં લેવાતા બોડી ડબલની ઓળખ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામની નિર્ધારિત મુલાકાત પૂર્ણ થયા પછી હું તથ્યો જાહેરમાં રજૂ કરીશ.”

સીએમ હિમંતા બિસ્વા સરમાના પ્રમાણે, તેમની આસામ મુલાકાત દરમિયાન સાંસદ રાહુલ ગાંધી ભીડનો ઉત્સાહ વધારી રહ્યા ન હતા, બલ્કે તેમનો બૉડી ડબલ લોકો સાથે ચાલીને તેમનું અભિવાદન કરી રહ્યો હતો. શર્માએ દાવો કર્યો કે, “મારા દ્વારા આ મુદ્દો ઉઠાવ્યા પછી, સાંસદ રાહુલ ગાંધીનો બોડી ડબલ ચૂપચાપ ગુવાહાટી એરપોર્ટથી નીકળીને દિલ્હી જતો રહ્યો. તે વ્યક્તિ યાત્રાના બીજા ભાગમાં રાહુલ ગાંધી સાથે ન હતો.

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પર આસામમાં કથિત રીતે હિંસા ભડકાવવા અને હાજર સંપતિને નુકસાન થવા બદલ પર ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ આસામની ભાજપ સરકારને બની શકે તેટલી FIR કરવાનો પડકાર ફેંક્યો.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કોઈ પણ રીતે તેઓ ડરશે નહીં. રાહુલે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માને દેશના સૌથી ભ્રષ્ટ નેતા ગણાવ્યા છે અને અન્ય બીજા ઘણા આરોપો તેને લગાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button