આસામના બંગાળી મુસ્લિમોને શું ચેતવણી આપી સીએમ સરમાએ….
દીસપુરઃ આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસવા સરમાએ સ્થળાંતરિત બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોને રાજ્યના મૂળ રહેવાસી બનવા માટે કેટલીક કડક શરતો રાખી છે. સીએમ સરમાએ શનિવારે જણાવ્યું હતું કે જો બંગાળી ભાષા મુસ્લિમો ખરેખર મૂળ વતની તરીકે ઓળખાવા માગતા હોય તો તેઓએ બેથી વધુ બાળકો પેદા કરવાનું બંધ કરવું જોઈએ, બહુપત્નીત્વની પ્રથાનો ત્યાગ કરવો જોઈએ અને તેમના બાળકોને શાળામાં ભણવા મૂકવા જોઈએ. જો બાંગ્લાદેશી મુસ્લિમો ભારતીય બનવા માંગતા હોય તો તેઓ તેમની સગીર દીકરીઓ સાથે લગ્ન કરી શકશે નહીં. હિમંતા સરમાએ જણાવ્યું હતું કે મુસ્લિમોએ તેમના બાળકોને મદરેસામાં મોકલવાને બદલે તેમને ડોક્ટર અને એન્જિનિયર બનાવવા માટે શિક્ષિત કરવા જોઈએ અને દીકરીઓને પણ શાળામાં મોકલવી જોઈએ અને દીકરીઓને પણ પિતાની સંપત્તિ પર અધિકાર આપવો જોઈએ નોંધનીય છે કે આસામમાં મુસ્લિમોની વસ્તી રાજ્યની કુલ વસ્તીના લગભગ 34% છે જેમાં બંગાળી ભાષી અને આસામી ભાષી મુસ્લિમ વસ્તીનો સમાવેશ થાય છે આસામ જમ્મુ અને કાશ્મીર બાદ બીજા નંબરની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. એમ માનવામાં આવે છે કે બંગાળી ભાષા મુસ્લિમ વસતી બાંગ્લાદેશમાંથી આસામમાં આવીને વસી છે.
2022 માં આસામ કેબિનેટે રાજ્યના આશરે 40 લાખ આસામીભાષી મુસ્લિમોને મૂળ આસામી તરીકે માન્યતા આપી હતી. આ પછી મુસ્લિમોના બંને જૂથ વચ્ચેનો ભેદભાવ તફાવત સ્પષ્ટ થઈ ગયો છે. બાંગ્લાદેશી મુસ્લિમોનો કોઈ ઇતિહાસ નથી. જોકે, આસામની મુસ્લિમ વસ્તીમાં બાંગ્લાદેશના મૂળના મુસ્લિમોનો નોંધપાત્ર હિસ્સો છે. આસામમાં મુસ્લિમ વસ્તીનો મોટો હિસ્સો બાંગ્લાદેશી મૂળનો છે. આસામી ભાષી મુસ્લિમો કુલ મુસ્લિમ વસ્તીના લગભગ 37% છે. તે જ સમયે, સ્થળાંતરિત બંગાળી ભાષી મુસ્લિમો 63% છે. કેબિનેટે મંજૂર કરેલા સ્વદેશી આસામી મુસ્લિમોમાં પાંચ જૂથોનો સમાવેશ થાય છે. તેઓ ગોરિયા, મોરિયા, જોલા (માત્ર ચાના બગીચામાં રહે છે), દેશી અને સૈયદ (માત્ર આસામી બોલતા લોકો) છે.