આસામના સીએમને ગુવાહાટી લઈ જતી ફ્લાઈટને અગરતલા ડાયવર્ટ કરાઈ, આ છે કારણ

અગરતલા : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ગુવાહાટી જતી ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે આજે અગરતલા ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટે રૂટ બદલીને સલામત રીતે અગરતલા એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. હવામાન વિભાગે ગુવાહાટી માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ ફ્લાઈટમાં સવારમાં તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
આપણ વાંચો: Loksabha Election 2024 : ભાજપથી રાજપૂતોની નારાજગીને લઈને હિમંતા બિસ્વા સરમા આપ્યું મોટું નિવેદન
આસામ હજુ પણ ચોમાસુ સક્રિય
આ ઘટના બાદ મુખ્યમંત્રીએ સુરક્ષા અને હવામાન અધિકારીઓના વખાણ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે સુરક્ષા સર્વોપરિ છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક હજુ પણ એલર્ટ આપ્યું છે. આસામ હજુ પણ ચોમાસુ સક્રિય છે. જેની અસર હવાઈ સેવા સહિત અનેક ક્ષેત્રોમાં પડી રહી છે.
આપણ વાંચો: Bharat Jodo Nyay Yatra: ‘ટૂંક સમયમાં રાહુલના બોડી ડબલનું નામ જાહેર કરીશ’, હિમંતા બિસ્વા સરમાનો દાવો
હિમંતા બિસ્વા શર્મા ડિબ્રુગઢ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા રવિવારે ડિબ્રુગઢ ગયા હતા. જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાની સમીક્ષા કરી હતી અને તેને ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે મુલાકાત
કરી હતી. તેમની સમસ્યાઓને સાંભળી હતી અને ઉકેલનું આશ્વાસન આપ્યું હતું.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અમારા ઉદ્દેશ ઉપરી આસામમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધાના કામને નવી ઉંચાઈ પર લઈ જવાનું છે. તેમણે ડિબ્રુગઢ મેડીકલ કોલેજ અને યુનિવર્સીટીના કાર્યની સમીક્ષા કરી હતી.