નેશનલ

એશિયન ગેમ્સ યશસ્વી જયસ્વાલનું તોફાન

હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે નેપાળ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 48 બોલમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. યશસ્વીની સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 179 રન બનાવી શકી હતી. યશસ્વી તેની તોફાની સદીની મદદથી અનેક રેકોર્ડ તોડ્યા હતા.

યશસ્વી એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે સિવાય યશસ્વી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. યશસ્વીએ 21 વર્ષ અને 273 દિવસની ઉંમરે ટી-20 ઈન્ટરનેશનલ સદી ફટકારી છે. તેણે શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલે 23 વર્ષે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલ ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવા મામલે સંયુક્ત રીતે ચોથો ભારતીય બેટ્સમેન બન્યો હતો. સૂર્યકુમાર યાદવે 2022માં નોટિગહામમાં ઈંગ્લેન્ડ સામે 48 બોલમાં ટી-20 ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી. યશસ્વીએ નેપાળ સામે 48 બોલમાં સદી ફટકારીને સૂર્યાની બરાબરી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button