નેશનલ

ભવ્ય સ્વાગત સમારંભ દ્વારા એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન

હાંગઝાઉ: અત્રે એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ શનિવારે યોજાયો હતો. ઓર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને પર્યાવરણ-સાનુકૂળ તત્ત્વોના સંયોજનથી લાઇટ શૉ દીપી ઊઠ્યો હતો. એશિયાના લોકોની એકતા, આપથી પ્રેમ અને મિત્રતા તથા નવા યુગમાં ચીન, એશિયા અને વિશ્વના દેશોના ભાઇચારાને ધ્યાનમાં રાખી સમારંભની થીમ, એશિયામાં પ્રગતિનો જુવાળ રાખવામાં આવી હતી. અત્રેની ક્નિટાગ નદીમાં પ્રવર્તમાન ભરતી દ્વારા જળતત્ત્વ થીમમાં આવરી લેવામાં આવ્યું હતું.
ચીનના પ્રમુખ શિ જિનપિંગ એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આઠમી ઑકટોબર સુધી ચાલનારા એશિયન ગેમ્સમાં 45 દેશના 12,000થી વધુ એથ્લિટસ ભાગ લેશે. અત્રેના બિગ લોટસ' છે. સ્ટેડિયમની ક્ષમતા 80,000 જેટલી છે. જે ભરાઇ ગયું હતું. બે કલાક ચાલેલા સ્વાગત સમારંભમાં ફલેમ (જવાળા)ના પ્રાક્ટયમાં ચીનનું ટેક્નોલોજિકલ સામર્થ્ય જણાતું હતું. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા વર્ચઅુલ મશાલધારકો અને વાસ્તવિક મશાલધારકોએ ભેગા મળીને જવાળા પ્રગટાવી હતી. ભારતનો ધ્વજ લઇને હરમાનપ્રીત સિંહ અને લવલિના બોર્ગોહેનની આગેવાની ભારતના લગભગ 100 જેટલા એથ્લિટસ અને અધિકારીઓનો પ્રવેશ થયો હતો. ત્યારે તેમનું સ્વાગત હર્ષોલ્લાસથી કરાયું હતું. ભારતીય દળનો આઠમો ક્રમ હતો. પુરુષ એથ્લિટસ બંધ ગળા જેકેટ અને ખાખી કુર્તામાં સજજ હતાં. જયારે મહિલા એથ્લિટસે હાઇનેક બ્લાઉઝ અને ખાખી ટેકસચરની સાડીમાં સજજ હતાં. જે રિસાઇકલ કરાયેલા ફેબ્રિકસમાંથી બની હતી. ભારતના 655 એથ્લિટસ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ)ના કાર્યકારી પ્રમુખ રણધીરસિંહ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના વડા થોમસ બેક સંખ્યાબંધ દેશોના વડા, નેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓ અને અન્ય સંખ્યાબંધ મહાનુભાવો હાજર રહ્યા હતા. ગ્રીન એશિયન ગેમ્સ’ને ધ્યાનમાં રાખી વાસ્તવિક ફટાકડાને અને આતશબાજીના સ્થાને ડિજિટલ ફાયર વકર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…