…તો બંધ થઇ શકે છે એશિયાનું સૌથી મોટું કાપડ બજાર, વેપારીઓએ કેમ આપી આવી ધમકી?

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના ગાંધીનગરમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર આંદોલન કર્યુ હતું. પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડ કરતાં વધારાના કચરાને ઉપાડવા માટે પાલિકાએ એમસીડી યુઝર ચાર્જ લગાવ્યો છે. પાલિકાના આ નિર્ણયના વિરોધમાં વેપારીઓએ કાપડ બજાર બંધ કરવાની ચીમકી આપી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં વોર્ડ કાઉન્સીલર પ્રિયા કંબોજ સાથે સામેલ થયેલ લગભગ 100 થી 150 દુકાનદારોએ બજારમાં પ્રદર્શન કર્યુ હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે એમસીડી પોતાની મનમાની કરીને નિયમોનું ઉલ્લઘન કરવાવાળા દુકાનદારો પાસેથી મસમોટો એક હજાર રુપિયાનો યુઝર ચાર્જ વસુલ કરી રહી છે.
આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે એમસીડી નિયમોનું પાલન કર્યા વીના જ ગાંધીનગર માર્કેટમાં દુકાનદારો પાસેથી મનફાવે તે રીતે 1000 રુપિયાનો યુઝર ચાર્જ વસૂલી રહી છે. પ્રિયા કંબોજે કહ્યું કે, પૈસાની વસુલીમાં ગેરવહીવટ થઇ રહ્યો છે. કારણ કે દુકાનદારો પાસેથી એમની દુકાનના ક્ષેત્રફળની પરવા કર્યા વગર પૈસા વસુલવમાં આવી રહ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, નિયમ મિજબ કમર્શીયલ પ્રોપર્ટી પર તેના ક્ષેત્રફળ અથવા તો તેની સીટીંગ કેપેસીટીના આધારે 500 રુપિયાથી 5000 સુધીનો યુઝર ચાર્જ આપવો પડે છે. તેમણ આક્ષેપ કર્યો કે યુઝર ચાર્જ ન આપનાર વેપરીઓ પર એમસીડીના અધિકારીઓ ભારે ચલાન કાપે છે. આંદોલન દરમીયાન દુકાદારોએ આ યુઝર ચાર્જ પાછો ખેંચવાની માંગણી કરી હતી.