
નવી દિલ્હી: યુએસએ ભારત પર લગાવેલા ટેરીફના જવાબમાં, ગત રવિવારે સાંજે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને નામ કરેલા સંબોધન દરમિયાન લોકોને સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરવા આહવાન કર્યું હતું. વડા પ્રધાનની આપીલને અપનાવતા ભારતના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયના પ્રધાન અશ્વિની વૈષ્ણવએ મહત્વની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી કે તેઓ તમામ ઓનલાઈન વર્ક માટે ઝોહો એપ્લિકેશન પર શિફ્ટ કરી (Ashwini Vaishnav Shifted to ZOHO) રહ્યા છે. ત્યારે ઘણા લોકો સ્વદેશી સોફ્ટવેર કંપની ઝોહોની સર્વિસથી અજાણ છે.
ZOHO ચેન્નઈ સ્થિત ક્લાઉડ-બેઝ્ડ સોફ્ટવેર અને બિઝનેસ ટૂલ્સ બનાવતી ભારતીય કંપની છે. જે માઈક્રોસોફ્ટ ઓફીસ અને ગૂગલ વર્કપ્લેસ જેવી સર્વિસ આપે છે. ZOHO ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન બનાવવાની સર્વિસ આપે છે. ZOHOની સર્વિસ નાના અને મોટા બિઝનેસના ઓનલાઈન કાર્યને સરળ બનાવવા માટે મદદ કરે છે.
ZOHOના ટૂલ્સ:
ઝોહો CRM, ઝોહો મેઇલ, ઝોહો બુક્સ, ઝોહો પ્રોજેક્ટ્સ કંપનીની મુખ્ય પ્રોડક્ટ છે. જેના ટૂલ્સનો ઉપયોગ ઉદ્યોગો વેચાણ, એકાઉન્ટ્સ, માર્કેટિંગ અને ટીમ મેનેજમેન્ટ અને ઇમેઇલ મેનેજ કરવા માટે કરે છે.
ઝોહો CRM ટૂલની મદદથી કંપનીઓ કસ્ટમર ઇન્ફોર્મેશન અને સેલ્સ મેનેજ કરી શકે છે. ઝોહો મેઇલ દ્વારા ગ્રાહકોને સરળ ઇમેઈલ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ઝોહો બુક્સ એકાઉન્ટિંગ અને બિલિંગ માટે ઉપયોગી છે. ઝોહો મીટિંગ ઓનલાઇન મીટિંગ્સ માટે વપરાય છે. આ તમામ સર્વિસ એકબીજા સાથે જોડાયેલી છે.
માઇક્રોસોફ્ટ અને ગૂગલને ટક્કર:
ZOHO વૈશ્વિક સ્તરે કામ કરી રહી છે અને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી અમેરીકાન કંપનીઓને ટક્કર આપી રહી છે. અહેવાલ મુજબ ભારતમાં એમેઝોન, ટાટા પ્લે અને ઝોમાટો જેવી કંપનીઓ ZOHOના ટૂલ્સનોનો ઉપયોગ કરી રહી છે.
તમે ઝોહોની વેબસાઈટ પર જઈને વધુ માહિતી મળેવી શકો છો.
આપણ વાંચો: યુપીમાં રાયબરેલીના ધારાસભ્ય અદિતી સિંહે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો