નેશનલ

.. જો સરકાર કોંગ્રેસની હોત તો પણ અવશ્ય રામમંદિર બન્યું હોત : અશોક ગેહલોત

New Delhi : દેશમાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમની વચ્ચે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે. આ સમયે ભાજપ વારંવાર દાવો કહી રહ્યું છે કે મોદી સરકારના નેતૃત્વમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. જો કે રામમંદિરને (ram temple) લઈને આપવામાં આવાત નિવેદનોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે (ashok gehlot) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થયું છે, આ સમયે જો સરકાર એનડીએને બદલે યુપીએની સરકાર સત્તામાં હોત તો પણ રામમંદિરનું નિર્માણ જરૂર થયું હોત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો પલટવાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે નિવેદન આપતા કહ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થયું છે, આ સમયે જો સરકાર એનડીએને બદલે યુપીએની સરકાર સત્તામાં હોત તો પણ રામમંદિરનું નિર્માણ જરૂર થયું હોત. સરકાર કોંગ્રેસની હોત તો પણ રામમંદિર બન્યું જ હોત. ભાજપ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જનતા પણ સમજી ચૂકી છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી જીતવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.

થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીતાપૂરમાં ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે, “સપા-કોંગ્રેસ અને પાકિસ્તાન ભારત, ભારતીયતા, મર્યાદા પુરુષોતમ શ્રીરામના વિરોધી છે. ઇન્ડિયા ગઠબંધનના નેતા લાલુ પ્રસાદ યાદવે પણ મુસ્લિમોને આરક્ષણ આપવાની વાત કહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button