નેશનલ

આસારામના સમર્થકોએ દર્શાવી ‘ભક્તિ’! હાઇકોર્ટ પરિસરમાં વકીલને માર માર્યો

જોધપુર: રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી ગંભીર સમાચાર બહાર આવ્યા છે. યૌન ઉત્પીડનના ગુનામાં જેલમાં બંધ આસારામના સમર્થકોએ વકીલ વિજય સાહનીને હાઈકોર્ટ પરિસરમાં માર માર્યો હતો (Asaram bapu case jodhpur court ). વિજય દિલ્હીથી આસારામની વકીલાત કરવા આવ્યો હતો. તેમની અરજી પર 18 જાન્યુઆરીએ સુનાવણી થવાની હતી. મળતી માહિતી મુજબ, આસારામના સ્વાસ્થ્યના કારણોને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

મારામારીની આ ઘટના બાદ હાઈકોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને વકીલો રોષે ભરાયા હતા. વકીલોએ એક આરોપીને પકડીને કુડી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

આપને જણાવી દઈએ કે રાજસ્થાન હાઈકોર્ટે નકલી માહિતી અધિકાર (RTI) જવાબના કેસમાં આસારામને જામીન આપ્યા હતા. આસારામના સમર્થકોમાંના એક મારવાહે 2016માં તેમના જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં તેમની સ્વાસ્થ્યની સ્થિતિ સંબંધિત નકલી RTI જવાબ રજૂ કર્યો હતો. આ પછી આસારામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સહઆરોપી રવિરાય મારવાહને જામીન મળી ચૂક્યા છે. આ કેસ લાંબો સમય ચાલે તેવી શક્યતા છે. એવું કહેવાય છે કે સુપ્રીમ કોર્ટમાં આરટીઆઈ દસ્તાવેજો મારવાહને ગણેશ કુમાર નામના વ્યક્તિએ આપ્યા હતા.

ગણેશે આરટીઆઈ અરજી કરીને જેલમાંથી આ દસ્તાવેજો મેળવ્યા હતા. બાદમાં મારવાહએ તેને સુપ્રીમ કોર્ટમાં આસારામના વકીલને સોંપી દીધો હતો. બાદમાં જાણવા મળ્યું કે આ દસ્તાવેજો નકલી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે સામે આવ્યું કે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ ખોટુ છે તો કોર્ટ ગુસ્સે થઈ ગઈ. તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. સુપ્રીમ કોર્ટે તારણ કાઢ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટા પુરાવા રજૂ કરવાના મામલામાં એફઆઈઆર નોંધવી જોઈએ. તેમણે કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, આસારામ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. આ કેસ સિવાય આસારામ યૌન ઉત્પીડનના કેસમાં છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ભોગવી રહ્યા છે. કોર્ટે તેને આ મામલે રાહત આપી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker