નેશનલ

આસારામ વચગાળાના જામીન મેળવી આશ્રમ પહોંચ્યા, સ્વાગત કરાયું…

જોધપુરઃ આસારામ વર્ષ ૨૦૧૩ના બળાત્કાર કેસમાં વચગાળાની રાહત મળ્યા બાદ જોધપુરના પાલ ગામમાં આવેલા પોતાના આશ્રમ પરત ફર્યા છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું.

આ પણ વાંચો : 10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ…

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પેરોલ પર શહેરની આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ મંગળવારે મોડી રાત્રે તેમના આશ્રમ જવા રવાના થયા હતા.

આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇ કોર્ટે મંગળવારે ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ૨૦૧૩માં તેના આશ્રમમાં સગીરા પર બળાત્કાર મામલે ટ્રાયલ કોર્ટે એપ્રિલ ૨૦૧૮માં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.

વચગાળાના જામીનના સમાચાર સાંભળીને હોસ્પિટલની બહાર સમર્થકોની ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી. આસારામને બહાર આવતાની સાથે માળા પહેરાવવામાં આવી હતી. આશ્રમ પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : BJP Vs Congress: રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે નડ્ડાએ આપ્યો જવાબ, ભારત સામે લડે છે…

તેમના વકીલ નિશાંત બોરાના જણાવ્યા મુજબ જામીનના સમયગાળા દરમિયાન આસારામ તેમની પસંદગીની જગ્યાએ સારવાર કરાવી શકશે. જો કે તેને જામીનની શરતોનું પાલન કરવું પડશે. ગયા અઠવાડિયે સુપ્રીમે અન્ય એક બળાત્કાર કેસમાં આસારામને ૩૧ માર્ચ સુધી આવી જ રાહત આપતા કહ્યું હતું કે તે ઘણી બીમારીઓથી પીડાઇ રહ્યા છે અને તેને સારવારની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button