આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલ

આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?

મુંબઈ: સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને આજે જોધપુરથી ફ્લાઇટ મારફત મુંબઈ લાવવામાં આવ્યા હતા. રાજસ્થાન હાઇ કોર્ટે સારવાર કરાવવા માટે આસારામના સાત દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી મોટી રાહત : કોર્ટે પ્રથમ વખત આપી પેરોલ

પેરોલ મળ્યાના બે અઠવાડિયા બાદ મંગળવારે તેમને ફ્લાઇટથી જોધુપરથી મુંબઈ એરપોર્ટ લઇ આવવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસે અહીં આસારામને મુંબઈ પોલીસના હવાલે કર્યા હતા. મુંબઈ પોલીસ તેમને અહીંથી ઉપચાર માટે પુણેની માધવબાગ આયુર્વેદિક હૉસ્પિટલમાં લઇ જશે.

પોલીસે પણ રાજસ્થાન અને મુંબઈમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જોધપુર એરપોર્ટ તેમ જ મુંબઈ એરપોર્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સિવાય, આસારામ ફ્લાઇટમાં બેસે ત્યાં સુધી એ ફ્લાઇટથી મુસાફરી કરનારા પ્રવાસીઓ ઉપરાંત અન્ય કોઇના એરપોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આસારામના સમર્થકોએ દર્શાવી ‘ભક્તિ’! હાઇકોર્ટ પરિસરમાં વકીલને માર માર્યો

આસારામને પુણેના એક પ્રાઇવેટ કોટેજમાં રાખવામાં આવશે અને તેમના ઉપચાર અને પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ તેમણે જ ઉઠાવવાનો રહેશે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પાછળ થયેલો ખર્ચ પણ આસારામ પોતે ઉઠાવશે. 13 ઑગસ્ટના રોજ આસારામને હાઇ કોર્ટે પુણેમાં ઇલાજ કરાવવા માટે સાત દિવસના પેરોલની મંજૂરી આપી હતી.

1 સપ્ટેમ્બર, 2013માં આસારામની ધરપકડ થઇ ત્યાર પછી પહેલી જ વખત કોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી અરજી મંજૂર કરી હતી. આ પૂર્વે લથડતી તબિયતને ધ્યાનમાં રાખી સજા માફ કરવાની આસારામની અરજી હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker