Asharam: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આસારામને રાહત આપવા ઇનકાર કર્યો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme court)એ જેલમાં બંધ બળાત્કાર કેસમાં દોષિત આસારામ(Asharam)ને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતી. સુપ્રીમ કોર્ટમાં આશારામની સજા પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે અરજદારને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાનો આદેશ પણ આપ્યો હતો.
આસારામના વકીલે પણ સુપ્રીમ કોર્ટને એવી પણ વિનંતી કરી હતી કે તેમના અસીલને મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડી હેઠળ આયુર્વેદિક સારવાર લેવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે વકીલને કહ્યું કે આ અરજી લઈને પણ તમે રાજસ્થાન હાઈકોર્ટમાં જાઓ.
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2023માં આસારામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તે પહેલા પણ વર્ષ 2022માં રાજસ્થાન હાઈકોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
આસારામના વકીલે રાહતની માંગ કરતા કહ્યું કે તેમના અસીલ છેલ્લા નવ વર્ષથી જેલમાં છે અને તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને ગંભીર બીમારીઓથી પીડિત છે.