બિહારમાં ઓવૈસીએ બદલો લીધો, મુસ્લિમ અને યાદવ મતબેંકમાં વિભાજન, આરજેડી મોટો આંચકો…

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ બેઠક લાવનાર આરજેડીને મોટો ફટકો પડ્યો છે. જે માત્ર 25 બેઠક જ મેળવી શકે તેવી સ્થિતિ છે. જેમાં આ વખતે આરજેડીને સૌથી મોટો ફટકો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તરફથી લાગ્યો છે. જેમાં AIMIMના પાંચમાંથી ચાર ધારાસભ્યને તેજસ્વી યાદવ આરજેડીમાં લાવ્યા હતા. ત્યારે ઓવૈસી કહ્યું હતું કે તે આ ચારનો બદલો 24 થી લેશે.
ઓવૈસીએ આરજેડીને ચેતવણી આપી હતી
જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ આ વખતે પશુપતિ પારસ, સ્વામી પ્રસાદ અને ચંદ્રશેખર આઝાદ સાથે જોડાણ કરીને 25 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમના પાંચ ઉમેદવારો કિશનગંજ, અરરિયા અને પૂર્ણિયામાં જીત્યા હતા. જે બેઠકો પાર્ટીએ 2020 માં જીતી હતી. આરજેડીમાં જોડાયેલા ચાર ધારાસભ્યોમાંથી ત્રણને ટિકિટ આપવામાં આવી ન હતી. જેને એકને મળી તે ત્રીજા સ્થાને રહ્યો છે.
મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી નહી બનાવવાનો પ્રશ્ન ઉઠાવ્યો
જેમાં ઓવૈસીએ સીમાંચલની 24 બેઠકોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ઓવૈસીના પક્ષના ઉમેદવારોએ સીમાંચલના ચાર જિલ્લાઓની અન્ય બેઠકો પર પણ સારું પ્રદર્શન કર્યું છે. જેમાં કેટલાક બીજા ક્રમે આવ્યા કેટલાક ત્રીજા ક્રમે પરંતુ આ બેઠકો પર પણ મતગણતરી દરમિયાન આગળ રહ્યા. જ્યારે મહાગઠબંધન દ્વારા તેજસ્વીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, ત્યારે ઓવૈસીના પક્ષના નેતાઓએ મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી નહી બનાવવાનો પ્રશ્ન ઉઠાવીને લઘુમતીઓને આરજેડી વિરુદ્ધ કર્યા હતા.

યાદવ અને મુસ્લિમ મતોમાં વિભાજન
તેમજ બિહારમાં આજના પરિણામો સ્પષ્ટપણે યાદવ અને મુસ્લિમ મતોમાં વિભાજન સ્પષ્ટ કરે છે. તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળ મહાગઠબંધન 35 બેઠકો પર સંઘર્ષ કરી રહ્યું છે. આરજેડી પોતે 25 બેઠકો મળે તેવી સ્થિતી છે. જયારે 6 બેઠકો કોંગ્રેસ જીતે તેવી શક્યતા છે. જેમાં 4 સીમાંચલ અને 2 ચંપારણની છે. તેજસ્વી યાદવે પોતે રાઘોપુરમાં માંડ માંડ જીત મેળવી છે. ઓવૈસી અને તેમની પાર્ટીએ 25 બેઠકો પર ચૂંટણી લડીને અને લગભગ 2 ટકા મત મેળવીને બિહારમાં પોતાનો પગપેસારો જાહેર કર્યો છે. સીમાંચલથી દૂર વૈશાલીની મહુઆ બેઠક પર પણ ઓવૈસીના ઉમેદવાર બચ્ચા રાય 15,000 થી વધુ મતો મેળવીને ચોથા સ્થાને રહ્યા છે.
આ પણ વાંચો…પીએમ મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ગમછો લહેરાવી ઝીલ્યું અભિવાદન, જાણો તેની પાછળનો સંદેશ…



