નેશનલ

ભારતમાં મુસ્લિમો વસ્તી હિંદુઓ કરતાં ક્યારેય વધુ નહીં થાય! ઓવૈસીનું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હીઃ ભારતના જાણીતા રાજકારણી અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં એક રેલીમાં સ્પષ્ટ કર્યું કે ભારતમાં મુસ્લિમ વસ્તી હિંદુઓની વસ્તી કરતાં ક્યારેય વધુ થઈ શકે તેમ નથી. પ્રશ્ન એ થાય કે તેમણે આવું નિવેદન શા માટે આપ્યું? અસદુદ્દીન ઓવૈસી અનેક વખત પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેલંગાણાના નિઝામાબાદમાં નગરપાલિકા ચૂંટણી પહેલાં આ નિવેદન કરતાં તેમણે કહ્યું કે લોકો ખોટા અર્થઘટનો ફેલાવી રહ્યા છે, જે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ભયનો માહોલ ઊભો કરે છે.

અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પાસે જવાબ માંગ્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભા ભાષણનો ઉલ્લેખ કરતા જવાબ આપ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી કહે છે કે, વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે, પરંતુ ભારતની વસ્તી યુવાન છે. આ બાબતે અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પાસે જવાબ માંગ્યો છે. કહ્યું કે, જો ભારતની 60 ટકા વસ્તી 40 વર્ષથી નીચેની હોય, તો સરકારે રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે શું કર્યું? 20-30 વર્ષ પછી આ યુવા વસ્તી વૃદ્ધ થશે, મોંઘવારી વધશે, પરંતુ તેના બદલે મુસ્લિમ વસ્તી વધારાનો ભાવનાત્મક મુદ્દો ઉઠાવવામાં આવે છે.

આરએસએસ અને પીએમ મોદી પર ઓવૈસીના વાક્ પ્રહાર

અસદુદ્દીન ઓવૈસીએ ખાસ કરીને પીએમ મોદી પર વાક્ પ્રહાર કર્યો છે. આ સાતે આરએસએસને પણ સવાલ કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, RSS મુખ્ય મોહન ભાગવતના ત્રણ બાળકોના નિવેદન પર પણ ટિપ્પણી કરી, કહ્યું કે તેઓ પોતે તો તેમ કરતા નથી. પહેલા જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો લાવવવાની વાતો થતી અને મુસ્લિમોની આલોચના કરવામાં આવતી હતી. પરંતુ હવે તેમને એવો અહેસાસ થયો છે કે, દેશમાં વૃદ્ધોની સંખ્યા વધશે તો દેશની હાલત ખરાબ થશે?

પીએમ મોદી પર વાક્ પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 20 વર્ષમાં, આ યુવાન વસ્તી વૃદ્ધ થઈ જશે. આપણે એ પણ વિચારતા નથી કે ફુગાવો કેટલો વધશે અને તેમણે કેટલો ખર્ચ કરવો પડશે. તેના બદલે તેઓ કહે છે કે મુસ્લિમ વસ્તી વધી રહી છે. મુસ્લિમ વસ્તી સ્થિર થશે. ભારતમાં મુસ્લિમ વસ્તી ક્યારેય હિન્દુ વસ્તી કરતાં વધી શકશે નહીં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button