Owaisi Reacts to Assault Incident in Ratlam

રતલામના વાયરલ વિડીયો પર ઓવૈસીએ કહ્યું “યુવકમાં ભાજપના નેતા બનવાના તમામ ગુણ”

હૈદરાબાદ: લગભગ એકાદ મહિના જેટલો જૂનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા એક યુવક બાળકોને માર મારી રહ્યો છે. જેમાં બાળકને અલ્લાહ બોલવા પર માર મારવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયો પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ કેવો સમાજ છે કે જેના લોકો પોતે પોતાના ભગવાનની ભક્તિ નથી કરતા, પરંતુ અન્ય ધર્મના લોકોને માર મારીને નારા લગાવે છે? કલ્પના કરો કે આ છોકરાઓનું સામાજિક વાતાવરણ અને ઉછેર કેવું હશે કે તેઓ લિંચિંગનો કોર્સ કરી ચૂક્યા છે.

ભાજપના ભાવિ નેતાના તમામ ગુણ
ઓવૈસીએ વધુમાં કહ્યું કે સવાલ એ છે કે શું ભાજપના મુખ્ય પ્રધાન પોતે આ છોકરાઓને હાર પહેરાવશે કે મોદીના કોઈ મંત્રીને બોલાવશે? આ છોકરાઓમાં એવા તમામ ગુણો છે જે ભાજપના ભાવિ નેતામાં હોવા જોઈએ.

રતલામની છે ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના રતલામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહી ત્રણ બાળકોને અલ્લાહ બોલવા પર થપ્પડ મારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે બાળકોને જય શ્રી રામ કહેવામાં આવ્યું હતું અને જ્યાં સુધી તેઓ જય શ્રી રામ ન બોલ્યા ત્યાં સુધી તે તેને મારતો રહ્યો. બાળકો રડતા રહ્યા પણ યુવક અટક્યો નહિ. થપ્પડ મારતા મારતા બાદ તેણે ચપ્પલ ઉતારીને બાળકોને મારવાનું શરૂ કર્યું.


Also read: Waqf Act Bill મુદ્દે સંસદમાં ધમાલઃ ઓવૈસીએ કહ્યું બિલ મુસ્લિમ વિરોધી અને…


પોલીસે દાખલ કરી ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સિગારેટ પીવાથી શરૂ થઈ હતી. વીડિયોમાં તે વ્યક્તિ બાળકોને થપ્પડ મારે છે અને પૂછે છે કે શું તેઓ સિગારેટ પીશે. ત્યારે એક છોકરો ચીસ પાડીને ‘અલ્લાહ’ બોલી ગયો. તેણે પૂછ્યું કે, તે શું કહ્યું અલ્લાહ અને પછી ફરીથી થપ્પડ પર થપ્પડ મારવા લાગે છે, તે બાળકો જય શ્રી રામ નથી બોલતો ત્યાં સુધી માર્યા કરે છે. પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીઓ પર અશ્લીલ કૃત્યો, નુકસાન પહોંચાડવા, ખોટી રીતે કેદમાં રાખવા, ગુનાહિત ધાકધમકી આપવા અને ધર્મના આધારે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવા સંબંધિત ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Back to top button