લોકસભામાં લાલઘૂમ ઓવૈસી, રામ મંદિર ચર્ચા વખતે બોલ્યા કે ‘શું હું કઈ બાબર, જીન્નાહ, ઔરંગઝેબનો પ્રવકતા છું?’

નવી દિલ્હી: સંસદમાં રામ મંદિર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા (asaduddin owaisi loksabha speech today). ઓવૈસીએ ‘બાબરી મસ્જિદ ઝિંદાબાદ, બાબરી મસ્જિદ ઝિંદાબાદ…ના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે મસ્જિદ હતી, છે અને રહેશે. કેન્દ્ર પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું, ‘શું મોદી સરકાર માત્ર એક જ ધર્મની સરકાર છે? શું મોદી સરકાર માત્ર હિન્દુત્વની સરકાર છે? શું દેશનો કોઈ ધર્મ હોય છે? દેશમાં કોઈ ધર્મ નથી.. મુસ્લિમોને તમે શું પૈગામ (સંદેશો) આપી રહ્યા છો?
અયોધ્યાનો ઉલ્લેખ કરીને તેને કહ્યું કે’ ‘શું મોદી સરકાર માત્ર કોઈ એક ધર્મની જ સરકાર છે?’ કે પૂરા દેશના ધર્મોને માનવા વાળી સરકાર છે? 22 જાન્યુઆરીની ઉજવણી કરીને તમે કરોડો મુસલમાનોને શું સંદેશો આપી રહ્યા છો? શું સરકાર એ સંદેશો આપવા માંગે છે એક ધર્મ પર બીજા ધર્મનો વિજય થયો છે? તમે 17 કરોડ મુસલમાનોને શું સંદેશો આપી રહ્યા છો? 1992,2019,2022માં મુસલમાનોને દગો આપ્યો, હું બાબર, ઔરંગઝેબ, જિન્નાહનો પ્રવકતા નથી’.