નેશનલસ્પેશિયલ ફિચર્સ

Ambani પરિવાર લાગ્યો લગ્નની તૈયારીમાં, આ ગાયકો મચાવશે ધૂમ

જામનગરઃ વિશ્વના શ્રીમંતોમાં જેમનું નામ આવે છે તે મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. આ લગ્ન સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) ખાતે થવાના છે. પ્રી વેડિંગ ફંકશનની તૈયારીઓ પુરજોરથી ચાલી રહી છે. મહેમાનોને આમંત્રણ પણ મોકલાઈ ચૂક્યા છે.

મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાંથી નાના અનંતના લગ્ન આ પરિવારના છેલ્લા લગ્ન છે આથી ધામધૂમમાં કોઈ કસર મુકેશ તેમ જ નીતા અંબાણી છોડવા માગતા નથી. સ્વાભાવિક રીતે તેમના લગ્નમાં દરેક ક્ષેત્રના મહેમાનો હશે, જેમાં બોલીવૂડ સિતારાઓનો કાફલો જામનગરમાં મહેમાન બનશે. લગ્ન પહેલાની સેરેમનીમાં સંગીત સેરેમની સૌની પસંદની હોય છે ત્યારે આ સંગીતમાં બોલીવૂડના જાણીતા ગાયકો અરિજિત સિંહ, હરીહરણ અને પ્રિતમ પરફોર્મ કરશે તેવી માહિતી મળી છે.

અગાઉ આ સેરેમનીમાં બોલીવૂડનું સ્વીટ કપલ રણબીર અને આલિયા ડાન્સ પર્ફોરમન્સ આપવાના હોવાની વાત પણ બહાર આવી હતી.

અનંત અંબાણીને જામનગર સાથે ઘણી મમતા હોવાથી આ લગ્ન જામનગરમાં રાખવાનું અંબાણી પરિવારે નક્કી કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker