નેશનલ

‘તમે જ નક્કી કરો કે ચોર કોણ છે’ કેજરીવાલે જનતા કી અદાલતમાં ભાજપ પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના રાજકારણ(Delhi Politics)માં ગરમાવો આવી ગયો છે. કેજરીવાલે રાજુનામું આપ્યા બાદ આતિશી(Atishi)એ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા છે. કેજરીવાલ હવે પાર્ટીને મજબુત કરવા માટે કામે લાગી ગયા છે, આજે કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે ‘જનતા કી અદાલત’નું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારના કામોની વિગતો લોકોને આપી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા.

કેજરીવાલે કહ્યું, “અમે છેલ્લા દસ વર્ષમાં ઈમાનદારીથી સરકાર ચલાવી. વીજળી અને પાણી મફત આપ્યા, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉત્તમ બનાવી. પરંતુ મોદીજીને લાગ્યું કે જો તેમણે અમારા પર વિજય મેળવવો હશે તો તેમણે અમારી ઈમાનદારી પર પ્રહાર કરવો પડશે. તેઓએ અમને બેઈમાન સાબિત કરવાનું ષડયંત્ર રચ્યું અને આ અંતર્ગત મને, સિસોદિયા અને ઘણા AAP નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.”

રાજીનામા અંગે કેજરીવાલે કહ્યું કે, “મેં રાજીનામું આપ્યું કારણ કે હું ભ્રષ્ટાચાર કરવા કે પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યો નથી. મારો હેતુ દેશની રાજનીતિ બદલવાનો છે. હું જલ્દી જ સીએમ બંગલો ખાલી કરી દઈશ, હાલ મારી પાસે પોતાનું ઘર નથી.”

કેજરીવાલે ભાવુક થતા કહ્યું કે, “દસ વર્ષમાં મેં માત્ર જનતાનો પ્રેમ જ કમાયો છે. ઘણા લોકોએ મને ફોન કરીને મારું ઘર લઇ લો. શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ અને નવરાત્રિ શરૂ થશે, હું કોઈના ઘરે રહેવા જઈશ.”

કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “આ નેતાઓ પર આરોપોની કોઈ અસર નથી કારણ કે તેઓ જાડી ચામડીના છે. પરંતુ હું કોઈ નેતા નથી, હું એક સામાન્ય માણસ છું અને મારા પર લાગેલા આરોપો મને અસર કરે છે. મેં જાહેર અદાલતમાં આવવાનું નક્કી કર્યું કારણ કે હું આ આરોપો સાથે જીવી શકતો નથી. જો હું બેઈમાન હોત તો મેં 3000 કરોડ રૂપિયાની મફત વીજળી પડાવી હોત, મહિલાઓને મફત ભાડું ન આપ્યું હોત અને બાળકો માટે શાળાઓ ન બનાવી હોત.”

ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું, “22 રાજ્યોમાં તેમની સરકારો છે, પરંતુ ક્યાંય વીજળી મફત નથી, મહિલાઓ માટે મુસાફરી મફત નથી. હવે કહો, ચોર કોણ છે? કેજરીવાલ ચોર છે કે કેજરીવાલને જેલમાં મોકલનારા ચોર છે?”

કેજરીવાલે કહ્યું કે આ જનતાની અદાલત છે અને જનતા જ સાચો ન્યાય આપશે. તેમણે જનતાને પૂછ્યું કે શું તેમને જેલમાં મોકલવા યોગ્ય હતું કે પછી આ એક ષડયંત્ર છે? કેજરીવાલે જનતા અદાલતમાં કહ્યું, તમારી વચ્ચે રહીને સારું લાગી રહ્યું છે, જંતર-મંતર પર જૂના દિવસો યાદ આવી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…