અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, EDની કસ્ટડીમાં સુગર લેવલ ઘટીને 46 થયું
દિલ્હી શરાબ પોલીસી કૌભાંડમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. આમ આદમી પાર્ટીના કન્વિનર કેજરીવાલનું સુગર લેવલ વધી ગયું છે. ડાયાબિટીસથી પિડીત અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં છે અને તેમની તબિયત સતત બગડી રહી હોવાનું સામે આવ્યું છે.
સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 મીલીગ્રામ સુધી ઘટી ગયું છે, ડોક્ટરોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતી ‘ ખૂબ જ ખતરનાક’ મનાય છે.
આપણ વાંચો: આજે AAP કરશે PM આવાસનો ઘેરાવ, CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31મીએ મહા રેલી
ઉલ્લેખનિય છે કે એક દિવસ અગાઉ સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે ઈડીની કસ્ટડી હેઠળ રાખવામાં આવેલા તેમના પતિની મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમના સુગર લેવલમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાએ લોકોને તેમના પતિના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. કેજરીવાલની ઈડીએ દિલ્હી એક્સાઈઝ પોલીસી અને મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત કેસમાં 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી, તેઓ 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં રહેશે.