ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમકોર્ટ અરવિંદ કેજરીવાલને જામીન આપશે! બંને પક્ષે ઉગ્ર દલીલો, જાણો કોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની જામીન અરજી અને CBI દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દિલ્હીના અરવિંદ કેજરીવાલનો પક્ષ રજુ કરી રહ્યા છે. અભિષેક મનુ સિંઘવી કહ્યું કે કેજરીવાલને જેલની બહાર આવવાથી રોકવા CBIએ ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હું કેટલીક તારીખોનો ઉલ્લેખ કરવા માંગુ છું.

જેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તમે પહેલેથી જ જામીન મામલે વિગતવાર લખ્યું છે. કાયદા પંચના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, આ વિગતવાર વાતોને બદલે હું માત્ર કેટલીક તારીખો વિશે જ કહેવા માંગુ છું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને બહાર આવતા રોકવા માટે તેમની ધરપકડ કરી છે.

સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે PMLA કેસમાં બે વખત રીલીઝ ઓર્ડર મળ્યો હતો. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જ કહ્યું કે કેજરીવાલ સીએમ છે,તેની ગેરહાજરીથી કેસને નુકસાન થશે નહીં.

તેના પર ન્યાયાધીશે કહ્યું કે આ વચગાળાના જામીન આપવા માટે કહેવામાં આવેલી વાતો છે. કેસની યોગ્યતા પર કંઈ કહેવામાં આવ્યું નથી.

સિંઘવીએ કહ્યું કે 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે EDની ધરપકડ સામેની અરજી મોટી બેંચને મોકલી હતી. પરંતુ તેમણે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.

આ દરમિયાન CBIના વકીલ એસવી રાજુએ કહ્યું કે દરેક ઓર્ડરમાં અમારી તરફેણમાં પણ વાતો લખવામાં આવી છે. પરંતુ સિંઘવી માત્ર કેટલીક વાતો જ કહી રહ્યા છે.

ન્યાયાધીશે કહ્યું કે એ સમયે અરવિંદ કેજરીવાલ EDના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને CBIએ કોર્ટને જાણ કરીને ધરપકડ કરી હતી. આ અંગે સિંઘવીએ કહ્યું કે આ તપાસનો વિષય છે,પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 26 જૂને, અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા અને કસ્ટડીની માંગ કરી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ઉદ્ધત જવાબો આપી રહ્યા હતા અને તેથી તેમની ધરપકડ કરવામાં આવી.

સીબીઆઈના વકીલે કહ્યું કે હાઈકોર્ટે શરૂઆતમાં તેમને કહ્યું હતું કે પહેલા નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરો. પણ તેઓ જીદ કરતા રહ્યા છે, અંતે કોર્ટે ફરી એ જ આદેશ આપ્યો. હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

સિંઘવીએ કહ્યું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પુરાવાનો નાશ કરવાની કે ભાગી જવાની કોઈ શક્યતા નથી. 2 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, આની કોઈ જરૂર નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button