‘પહેલા તમારા દેશને સંભાળો…’ કેજરીવાલે પાકિસ્તાનના નેતાને આવો જવાબ કેમ આપ્યો
નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈન(Fawad Chaudhry)એ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને AAPનો વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે તેમની ઝટકાની ઝાટકણી કાઢી હતી, કેજરીવાલે કહ્યું કે, ‘તમે પહેલા તમારા દેશની સ્થિતિ પર ધ્યાન આપો.’
આ પણ વાંચો: Ebrahim Raisi ના મોતમાં આ દેશનો હાથ, પાકિસ્તાની પત્રકારે કર્યો આ મોટો દાવો
આજે દિલ્હીમાં મત આપ્યા બાદ કેજરીવાલે સોશિયલ પ્લેટફોર્મ X પર તેમની અને તેમના પરિવારની એક તસવીર શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે “મેં મારા પિતા, પત્ની અને બાળકો સાથે મારો મત આપ્યો. મારી માતાની તબિયત સારી નથી, જેથી મતદાન કરી શકે એમ નથી. મેં સરમુખત્યારશાહી, બેરોજગારી અને મોંઘવારી સામે મત આપ્યો. દરેક વ્યક્તિએ પોતાનો મત આપવો જોઈએ.”
કેજરીવાલની આ તસવીરને રીપોસ્ટ કરતા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને લખ્યું કે, “શાંતિ અને સૌહાર્દ નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવે એવી આશા #MorePower #IndiaElection2024.”
જો કે, આનાથી કેજરીવાલ ખુશ થયા ન હતા, તમણે લખ્યું કે “ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો અમારી સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ છીએ. અમને તમારા ટ્વીટની જરૂર નથી. અત્યારે પાકિસ્તાન ભયંકર સ્થિતિમાં છે. તમે તમારા દેશને સંભાળો. ”
અરવિંદ કેજરીવાલે લખ્યું કે “ભારતીય ચૂંટણી એ અમારી આંતરિક બાબત છે. અમારો દેશ આતંકવાદના સૌથી મોટા સમર્થકોની દખલગીરી સહન નહીં કરે. ”
આ પણ વાંચો: અમિત શાહના નિવેદન પર ભડક્યા Arvind Kejriwal, પૂછ્યું શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની ?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ભારતીય ચૂંટણી અંગે અગાઉ પણ ટિપ્પણી કરી ચુક્યા છે. હુસૈને ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર રાહુલ ગાંધીને દર્શાવતો એક વીડિયો શેર કર્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી.
હુસૈને રાહુલ ગાંધીની પ્રશંસા કરવા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.