આ વિશે રાજનીતિ કરવી યોગ્ય નથી… કેજરીવાલે પીએમ પર કર્યા પ્રહાર
નવી દિલ્હીઃ દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના અંગે વડા પ્રધાન નરેન્દ્ર પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના પર દિલ્હીમાં જાહેર આરોગ્યના મુદ્દા પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાને “રાજકીય હિતો”ને કારણે લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારોની ટીકા કર્યા પછી અરવિંદ કેજરીવાલની આવી પ્રતિક્રિયા આવી છે.
Also read: દિવાળી પહેલાં પેટ્રોલ – ડીઝલ પંપ ડીલરોને મોટી ભેટ, જાણો ભાવ ઘટશે કે નહીં…
નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થામાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ”હું દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધોની માફી માંગુ છું. હું તમારી પીડા સાંભળું છું, પરંતુ રાજ્ય સરકારોના નિર્ણયોને કારણે હું તમને મદદ કરી શકતો નથી.” મોદીના આરોપો પર પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યના મુદ્દે વડાપ્રધાન ખોટું બોલે તે યોગ્ય નથી. આના પર રાજનીતિ કરવી યોગ્ય નથી. કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારની યોજના હેઠળ, દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિને સંપૂર્ણ સારવાર મફતમાં મળે છે, પછી ભલે તે કેટલો ખર્ચ થાય. પીએમ મોદીએ જાહેર આરોગ્યના દિલ્હી મોડલનો અભ્યાસ કરવો જોઈએ અને લોકોના લાભ માટે તેમની સરકારની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવી જોઈએ.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે તેઓ હજી સુધી આયુષ્માન ભારત યોજના દ્વારા સારવાર મેળવનાર વ્યક્તિને મળ્યા નથી. તેમણે દિલ્હી સરકારની આરોગ્ય યોજનાના લાખો લાભાર્થીઓની યાદી મોકલવાની પણ ઓફર કરી હતી.
દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે આયુષ્માન ભારત એક “નિષ્ફળ” યોજના છે.
Also read: ક્યારે અટકશે આ સિલસિલો! આજે ફરી 100 વિમાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી…
ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવતી પેઇડ સારવારથી વિપરીત દિલ્હીની સરકારી હોસ્પિટલો મફત સારવાર આપવામાં આવે છે. દિલ્હી સરકારની આરોગ્ય યોજનાઓ આયુષ્માન ભારત યોજના કરતાં ઘણી વધુ અસરકારક છે.
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ કેન્દ્રીય યોજનાને “અવ્યવહારુ” ગણાવીને ફગાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે જો તમારી પાસે ઘરમાં ફ્રિજ, મોટરસાઇકલ હોય કે તમારી આવક રૂ. 10,000 થી વધુ હોય, તો તમે આયુષ્માન ભારત યોજનાના લાભો મેળવી શકતા નથી.