Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી રાહત નહીં, આવતી કાલે જેલમાં પરત ફરશે

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળા જામીનની અવધી આજે પૂર્ણ થાય છે. કેજરીવાલે જામીન 7 જુન સુધી લંબાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે એક કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 7 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. આનો અર્થ એ છે કે કેજરીવાલે આવતીકાલે 2 જૂને જેલમાં પાછા ફરવું પડશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગમાં આરોપી કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ સ્પેશીયલ કોર્ટના જજ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે, મિસ્ટર કેજરીવાલે તથ્યોને દબાવી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે.
EDના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેજરીવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભ્રામક દાવા કર્યા હતા કે તેઓ 2 જૂને આત્મસમર્પણ કરવાના છે, તે જ સમયે જામીન માટે અરજી કરી રહ્યા હતા.
આ પણ વાંચો : દેશમાં Online Fraud ના કેસોમાં 400 ટકાનો વધારો, RBI એ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા
કેજરીવાલના વકીલે કહ્યું કે મુખ્યપ્રધાનની તબિયત ખરાબ છે અને તબિયતના આધારે તેમને જામીનની જરૂર છે.
EDના વકીલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશે તેમને વચગાળાના જામીન આપ્યા છે, તેઓ એક્સ્ટેંશનની અરજી દાખલ ન કરી શકે, તેઓ ફક્ત નિયમિત જામીન માટે જ અરજી કરી શકે છે.
ASG રાજુએ કહ્યું કે SCના આદેશ મુજબ, વચગાળાના જામીન ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો વ્યક્તિ કસ્ટડીમાં હોય, વચગાળાના જામીન લંબાવવાની અરજીને અમાન્ય ઠેરવવામાં આવે, કારણ કે મુખ્ય પ્રધાન હાલમાં કસ્ટડીમાં નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલ વચગાળાના જામીન આજે સમાપ્ત થાય છે.