અરવિંદ કેજરીવાલે ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિગત

દિલ્હી શરાબ પોલીસી કેસમાં ધરપકડ પામેલા દિલ્હીના સીએમ અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે હવે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. EDની કાર્યવાહી અને કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે તેમની ધરપકડ અને 22 માર્ચ, 2024ના રોજ ટ્રાયલ કોર્ટે આપેલા રિમાન્ડના આદેશને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રૂઝ એવન્યુ કોર્ટના 6 દિવસના ED રિમાન્ડના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમની દલીલ છે કે ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે. તે તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. કેજરીવાલે રવિવાર 24 માર્ચે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસેથી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
આપણ વાંચો: Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી; પરિવાર નજરકેદ હેઠળ!
આ દરમિયાન કેજરીવાલને દિલ્હીના સીએમ પદ પરથી હટાવવા માટે તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ જનહિતની અરજી સુરજીત સિંહ યાદવ દ્વારા દાખલ કરવામાં આવી હતી, આ અરજીમાં પૂછવામાં આવ્યું હતું કે કેજરીવાલ ધરપકડ હેઠળ છે, તેથી તેમને પદ પરથી હટાવવા જોઈએ. કેજરીવાલ કઈ મર્યાદા હેઠળ મુખ્યમંત્રી પદ ધરાવે છે તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો.