અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી : કોર્ટે ન્યાયિક કસ્ટડીને 12 જુલાઇ સુધી લંબાવી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીની મુદત વધારીને 12 જુલાઈ સુધી લંબાવી દીધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે બુધવારે ન્યાયિક કસ્ટડીની મુદતમાં વધાર્યો હતો છે. દિલ્હી લિકર પોલિસીને લઈને ચાલી રહેલી તપાસને લઈને ED દ્વારા 21 માર્ચ 2024ના રોજ તેની ધરપકડ કરી હતી.
કોર્ટે સીએમ કેજરીવાલ દ્વારા મેડિકલ બોર્ડ સાથેની પરામર્શ દરમિયાન તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપવા માટે કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ તેનો ચુકાદો હવે આગામી 6 જુલાઈએ આપશે.
આ પન વાચો : Arvind Kejriwal Arrest: SCમાં જામીનની સુનાવણી પહેલા CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ED અને CBI બંને દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI કેસમાં જામીન આપવા માટે સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને તેણે ઝડપી સુનાવણીની માંગ કરી છે. જો કે હવે આ મામલે શુક્રવારે સુનાવણી થવાની છે. વકીલ રજત ભારદ્વાજે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેના માટેના કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી.
અરવિંદ કેજરીવાલને લઈને ચાલી રહેલો આ કેસ હજુ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે કોર્ટ દ્વારા નોટિસ મોકલીને કરીને સીબીઆઈ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલામાં વધુ સુનાવણી 17 જુલાઈએ થવાની છે. અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને 20 જૂને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા પરંતુ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.