નેશનલ

“અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે!” સુખવીરસિંહ બાદલનું ચોંકાવનારું નિવેદન

New Delhi: દેશમાં લોકસભાની ચૂંટણીના ચાર તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું જ્યારે હવે માત્ર ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. આ સમયે દરેક રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાનમાં પડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે તો આ વખતે શિરોમણી અકાલી દળ પણ ભાજપથી અલગ ચૂંટણી લડી રહ્યું છે. આ શિરોમણી અકાલી દળ ના પ્રમુખ સુખવીરસિંહ બાદલે(sukhbir singh badal)એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ ચૂંટણી બાદ ગમે ત્યારે ભાજપમાં જઈ શકે છે. આ નિવેદને રાજકારણમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન શિરોમણી અકાલી દળ ના પ્રમુખ સુખવીરસિંહ બાદલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે અથવા ભાજપને સમર્થન આપી શકે છે. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણી બાદ ગમે ત્યારે આ પગલું લઈ શકે છે.

તો બીજી તરફ પંજાબના કોંગ્રેસ પ્રમુખ અરમિંદરસિંહે કહ્યું હતું કે,”આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળને માંત આપવો એટલે એનો ચોખ્ખો અર્થ છે કે ભાજપને મત આપવો. આ બંને પક્ષ ભાજપને હેરાન કરી શકે તેવી સ્થિતિમાં જ નથી, આ માટે લોકો પાસે એક જ વિકલ્પ છે કે કોંગ્રેસને મત આપે.

પંજાબની 13 લોકસભા બેઠકો માટે અંતિમ તબક્કામાં એકસાથે મતદાન થવાનું છે. જેમાં તમામ બેઠકો પર 7 માં તબક્કામાં અર્થાત 1 જૂનના રોજ મતદાન થશે. જેનું પરિણામ 4 જૂનના રોજ આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button