ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને ઝટકોઃ હાઈ કોર્ટે શું આપ્યો આદેશ, જાણો?

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે (delhi high court) ગુરુવારે દિલ્હીના પૂર્વ સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સામે ચાલી રહેલા કેસની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની ના પાડી છે. કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલીસી (delhi excise policy) 2021-22 સામે જોડાયેલા કેસના એક આરોપી છે. જજ મનોજ કુમાર ઓહરીએ નીચલી અદાલતના આદેશને પડકારતી કેજરીવાલની અરજી પર તપાસ એજન્સી ઈડી પાસે જવાબ માગ્યો હતો. આ કેસની સુનાવણી 20 ડિસેમ્બરે થશે.
આ પણ વાંચો : AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
20 નવેમ્બરના રોજ, કેજરીવાલે કથિત એક્સાઈઝ પોલીસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરવિંદ કેજરીવાલે અરજીમાં હાઈકોર્ટને આ આધાર પર નીચલી હાઈકોર્ટના આદેશને રદ્દ કરવા વિનંતી કરીને કહ્યું હતું કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સામે કેસ ચલાવવા માટે કોઈ મંજૂરીની લેવામાં આવી નહોતી. તે સમયે કથિત ગુના અંગે તેઓ જાહેર સેવક તરીકે સેવા આપતા હતા.
આ પણ વાંચો : પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું, આ ચેનલો અને કન્ટેન્ટ પ્રસારિત થશે
કેજરીવાલને ક્યારે મળ્યા હતા જામીન
12 નવેમ્બરે હાઈકોર્ટે કેજરીવાલની અન્ય એક અરજી પર ED પાસેથી જવાબ માંગ્યો હતો, જેમાં મની લોન્ડરિંગ કેસમાં એજન્સીની ફરિયાદ પર તેમને જારી કરાયેલા સમન્સને પડકારવામાં આવ્યો હતો. તેણે રી કેસમાં આ તબક્કે તાબાની અદાલતની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન આપ્યા હતા.