નેશનલ

‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો

દિલ્હી: વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ (Delhi assembly Election) ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(BJP) એક બીજા પર આકરા પ્રહારો કરી રહી છે. AAP વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શકુરબસ્તીની મુકાલાત લીધી હતી આ દરમિયાન તેમણે ભાજપને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે જેમની ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી છે તેમને તે જ જગ્યાએ ઘર બંધી આપવામાં આવે અને અહેવાસીઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવે., જો એવું થશે તો હું ચૂંટણી નહીં લડું.

ભાજપ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે:
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે 27 ડિસેમ્બરે, ઉપરાજ્યપાલે શકુર બસ્તી રેલ્વે કોલોની પાસે બનેલી ઝૂંપડપટ્ટીઓનો લેન્ડ યુઝ બદલી નાખ્યો છે. અરવિંદે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે દસ વર્ષમાં ભાજપે ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ ફક્ત 4700 ઘર આપ્યા છે, જ્યારે દિલ્હીમાં ચાર લાખ ઝૂંપડા છે. ભાજપ આગામી એક વર્ષમાં બધી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા જઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ ભાજપ બધી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ ઝૂંપડાવાસીઓ સાથે છેતરપિંડી કરી રહી છે. ભાજપ કહી રહ્યું છે કે તેઓ ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ ઘરો આપશે પરંતુ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ, રેલ્વેએ આ જમીનનું ટેન્ડર કર્યું છે. 15 દિવસ પહેલા, ઉપરાજ્યપાલે આ ઝૂંપડપટ્ટીઓની જમીનનો યુઝ બદલી નાખ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને જાણ નથી કે જે તેમના ઘરમાં બાળકો સાથે કેરમ રમી રહ્યા છે, તેઓ 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થતાં ઝૂંપડપટ્ટી તોડી પાડશે.

જમીન પર કોના મકાનોબનશે?
અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પણ ટીપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે અમિત શાહ ઝૂંપડાવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપ કહે છે કે જ્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં ઘર બનાવી આપીશું, પણ તેઓ એ નથી કહેતા કે જ્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં તેમના મિત્રો અને બિલ્ડરોના ઘર બનશે. આખી દુનિયા જાણે છે કે તેનો એક જ મિત્ર છે; તેની ઝૂંપડપટ્ટીવાસીઓની જમીન પર ખરાબ નજર છે જે તેઓ તેમના મિત્રને આપી શકે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ ઝૂંપડપટ્ટીવાસીઓની નહીં પરંતુ તેના મિત્રોના પૈસાની ચિંતા કરે છે. 10 વર્ષ પહેલાં ભાજપે ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. મેં અધિકારીઓને અહીં લાવીને ઝૂંપડપટ્ટીઓ તુટવા દીધી ન હતી. એ દિવસે, જ્યારે તેઓ બુલડોઝર સાથે આવ્યા ત્યારે ભાગદોડમાં એક 6 વર્ષની બાળકીનું મોત થયું. ભાજપને ઝૂંપડપટ્ટીવાસીઓના જીવનની કોઈ પરવા નથી.

આ પણ વાંચો…૧ ફેબ્રુઆરીથી ભુજને દિલ્હીથી જોડતી ફ્લાઇટ થશે શરૂ

ભાજપનો જાવાબ:
દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આજે અરવિંદ કેજરીવાલ શકુર બસ્તી પહોંચ્યા અને ત્યાં પણ લોકોએ તેમને નકારી કાઢ્યા. છેલ્લા 10 વર્ષમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીને કઈ સ્થિતિમાં પહોંચડી દીધું છે તે બધા જાણે છે. અને હવે જ્યારે લોકો કહી રહ્યા છે કે તેઓ કેજરીવાલ આ સહન કરી શકે એમ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button