Arvind Kejriwal ની મુશ્કેલીમાં થશે વધારો, જાણો ક્યારે દિલ્હી વિધાનસભામાં રજૂ થશે કેગ રિપોર્ટ ?

નવી દિલ્હી : દિલ્હીમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ઘેરાયેલી આમ આદમી પાર્ટી અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ચૂંટણીમાં હાર બાદ મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાને કમાન સોંપી છે. મુખ્યમંત્રી તરીકે શપથ લેતાની સાથે જ સીએમ રેખા ગુપ્તા એકશનમાં આવ્યા છે. જેમાં પ્રથમ નિર્ણયમાં તેમણે આપે પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને જાહેર કરવાનું બીડું ઝડપ્યું છે.
જેમાં સોમવારથી નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેમાં આપે પેન્ડિંગ રાખેલા અત્યાર સુધી કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેના પગલે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની સ્થિતિ કફોડી બનશે.
14 પેન્ડિંગ કેગ રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશે
આ અંગે વિધાનસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સત્ર 24, 25, 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળના 14 પેન્ડિંગ કેગ રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો 24-25 ફેબ્રુઆરીએ શપથ લેશે અને ભાજપ સરકાર 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીની રજા બાદ કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરશે.
આ પણ વાંચો : Delhi Election પૂર્વે અરવિંદ કેજરીવાલે કરી ચૂંટણી પંચ સાથે બેઠક, કરી આ રજૂઆત
ભ્રષ્ટાચાર છુપાવવા રિપોર્ટ રોકી રાખવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે દિલ્હીમાં આપ સરકારના શાસન દરમિયાન ભાજપે કોર્ટમાં સરકારને CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં અરજીકરી હતી. ભાજપે આપ સરકાર પર ભ્રષ્ટાચાર છુપાવવા રિપોર્ટ રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતો.
ભ્રષ્ટાચારના મુદ્દા પર અરવિંદ કેજરીવાલને ઘેરશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે 27 વર્ષ બાદ નવી સરકાર બનાવી છે. હાલ વિધાનસભામાં તેના 48 ધારાસભ્યો છે. જ્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી પાસે 22 ધારાસભ્યો છે. ત્યારે એવું માનવામાં આવે છે કે 27 વર્ષ પછી સત્તામાં પરત ફરેલી ભાજપ સરકાર ભ્રષ્ટાચારના મુદ્દા પર અરવિંદ કેજરીવાલને ઘેરશે.