Arvind Kejriwal પર ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો, ભાજપ નેતા પર લગાવ્યો આરોપ
નવી દિલ્હી: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલો થયો છે.
જેમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે. આ હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ઘરે ઘરે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: …તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો
જ્યારે આ હુમલા અંગે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતા પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ વર્માના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે પણ અથડામણ થઈ હતી. સ્થાનિક લોકોએ ભાજપના કાર્યકરોને ભગાડયા હતા આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
દિલ્હીના લોકો ભાજપને આનો જવાબ આપશે : આપ
અરવિંદ કેજરીવાલ પર હુમલા બાદ આપે ટ્વિટ કરીને લખ્યું છે કે, ભાજપ ડરીને ગુંડાઓ દ્વારા અરવિંદ કેજરીવાલ પર આ હુમલો કરાવ્યો છે. ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ પ્રચાર કરતી વખતે અરવિંદ કેજરીવાલ પર પથ્થર અને ઈંટથી હુમલો કરાવીને તેમને ઇજા પહોંચડવાનો પ્રયાસ કર્યો જેના લીધે તે પ્રચાર ના કરી શકે. ભાજપ વાળા તમારા આ કાયરતા પૂર્વકના હુમલાથી કેજરીવાલ ડરશે નહિ, દિલ્હીના લોકો તમને આનો જવાબ આપશે.
આપણ વાંચો: વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
પ્રવેશ વર્માએ કહ્યું ઘટના ખૂબ શરમજનક
અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા અંગે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની ગાડી ભાજપ કાર્યકર્તાને કચડતા કચડતા આગળ વધી રહી હતી. જેમાં કાર્યકર્તાના પગમાં ઇજા પહોંચી છે. તેનો પગ તૂટયો છે. હું તેમની તબીયત પૂછવા માટે હોસ્પિટલ જઇ રહ્યો છે. આ ઘટના ખૂબ શરમજનક છે.