Arvind Kejriwal નો પ્રહાર , કહ્યું ભાજપ- કોંગ્રેસે સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવી જોઇએ
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો વચ્ચે અત્યારથી જ આક્ષેપબાજીની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે. તેમજ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ આપ પર કરેલા પ્રહાર બાદ અરવિંદ કેજરીવાલ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. જેમાં આજે તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ-ભાજપે સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરવી જોઈએ.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ ગેરેન્ટી સાથે ઉતરશે ચૂંટણીના મેદાનમાં? આ મુદ્દા પર છે નજર
લોકોને પાણીના ખોટા બિલ મળી રહ્યા છે
તેમજ તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેમના જેલવાસ દરમ્યાન ગડબડ કરવામાં આવી છે. જેના લીધે લોકોને પાણીના ખોટા બિલ મળી રહ્યા છે. તેમજ લોકોને આશ્વાસન આપતા કહ્યું છે આ ખોટા બિલ ભરવાની જરુંર નથી. તેમના
ચૂંટણી જીત્યા બાદ તેમના બિલો સુધારી દેવામાં આવશે. તેમજ તપાસ પણ કરવામાં આવશે.
તમામ બિલ માફ કરવામાં આવશે
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં 12 લાખ પરિવારોને પાણીનું બિલ શૂન્ય આવતું હતું.
પરંતુ જ્યારે હું જેલમાં ગયો ત્યારે મને ખબર નથી કે આ લોકોએ શું કર્યું, ખોટા બિલ આવવા લાગ્યા. આજે હું જાહેરાત કરું છું કે જેમના બિલ ખોટી રીતે આવ્યા છે તેઓ તેમના બિલના નાણાં જમા કરાવે નહીં. જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તેમના તમામ બિલ માફ કરવામાં આવશે.
આ દરમિયાન કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર સામૂહિક પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અને ભાજપે ઔપચારિક રીતે જાહેરાત કરવી જોઈએ કે અમે સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. ભાજપે છેલ્લા 10 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, તેઓ લોકોને અપશબ્દો બોલીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. જયારે આવનારા વર્ષમાં તેઓ વધુ દુરુપયોગ કરશે. બિલની વિગતો ચૂંટણી પછી બતાવવામાં આવશે કે તેઓ કેવી રીતે ખોટા થયા છે.
કોંગ્રેસને જનતાએ ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું
જ્યારે કોંગ્રેસ વિશે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસને જનતાએ ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે અને માત્ર થોડા પત્રકારો જ તેને ગંભીરતાથી લઈ રહ્યા છે. આ ઉપરાંત કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ પાસે ન તો કોઈ સીએમ ફેસ છે અને ન તો કોઇ દિશા છે .
આપે 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી માટે આપે 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સીએમ આતિષી કાલકાજી અને કેજરીવાલ પોતે નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ભાજપે આજે ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે અત્યાર સુધી કોંગ્રેસે પણ અનેક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.