
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે તમે જસ્ટિસ સંજીવ ખન્ના પાસે જાઓ અને તમારા વિચારો રજૂ કરો.
CJIએ કહ્યું કે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીની સ્પેશિયલ બેંચ આજે જ આ મામલે સુનાવણી કરશે. CJIએ કહ્યું કે તમારે તરત જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સમક્ષ જવું જોઈએ.
દિલ્હી એક્સાઇઝ ડ્યુટી પોલિસી(Delhi excise policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.
પદ પર રહેતા ધરપકડ થઇ હોઈ એવા કેજરીવાલ દેશના પહેલા મુખ્યપ્રધાન છે. જો કે, આ પહેલા, ઝારખંડના સીએમ હેમંત સોરેન પદ પર હતા ત્યારે ED દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને રાજભવન લઈ જવામાં આવ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપવાની તક આપવામાં આવી હતી. કેજરીવાલે દાવો કર્યો છે કે ધરપકડ બાદ પણ તેઓ સીએમ પદ છોડશે નહીં