નેશનલ

‘ચુંટણીમાં અતિ આત્મવિશ્વાસ સારો નથી…’ કેજરીવાલે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana election result) હવે સ્પષ્ટ થઇ ગયા છે, ભાજપને હરિયાણામાં સતત ત્રીજી વખત બહુમતી મળે એ પાક્કું છે. આ સાથે કોંગ્રેસની જીતની આશા પર પાણી ફરી વળ્યું છે, ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એવામાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પરિણામોનો સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં ક્યારેય ઓવર કોન્ફિડન્ટ ન થવું.

આ પણ વાંચો : રાજકારણના અખાડામાં વિનેશ ફોગાટની જીત: ભાજપના ઉમેદવારને હરાવ્યા

ભાજપ હરિયાણાની 90 સીટો ધરાવતી વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે. દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યોને સંબોધતા કેજરીવાલે કહ્યું, ‘જોઈએ હરિયાણામાં શું પરિણામ આવે છે. સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધારે પડતો આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ હોય છે.”

આ પણ વાંચો : હરિયાણામાં ભાજપ બમ્પર જીત તરફ, કોંગ્રેસે ચૂંટણી પંચના પરિણામ પર સવાલ ઉઠાવ્યા

નોંધનીય છે કે AAP અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ભાગ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ગઠબંધન થઈ શક્યું ન હતું. AAP રાજ્યની કુલ 90 બેઠકોમાંથી 89 પર એકલા ચૂંટણી લડી હતી. લગભગ તમામ સીટો પર AAPના ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસથી પાછળ છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે AAPના સમર્થન વિના રાજ્યમાં કોઈ સરકાર બનશે નહીં.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker