પશ્ચિમ ભારતના આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા! લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં

પૂર્વ કમેંગ, અરૂણાચલ પ્રદેશઃ ભારતમાં ફરી ભૂંકપના આંચકા અનુભવાયા છે. અરૂણાચલ પ્રદેશમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અરૂણાચલ પ્રદેશના પૂર્વ કમેંગ જિલ્લામાં આજે સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર 27.77° ઉત્તર અક્ષાંશ અને 93.12° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, જાનમાલને નુકસાન થયું હોવાના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યા નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અફઘાનિસ્તાનમાં આવ્યો હતો 5.6ની તીવ્રતાનો ભૂકંપ
આ પહેલાના વાત કરવામાં આવે તો બુધવારે અફઘાનિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ગઈ કાલે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ભારતના સમય પ્રમાણે સાંજે 6.57 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ 36.32° ઉત્તર અક્ષાંશ અને 71.33° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 138 કિલોમીટર હતી. 2025માં વિશ્વભરમાં ભૂકંપની અનેક ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
23 ઓગસ્ટે 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપ
નેપાળમાં પણ 23 ઓગસ્ટના રોજ મોડી રાત્રે પૂર્વી નેપાળમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા સાંખુવાસભા જિલ્લા અને આસપાસના ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સંખુવાસભા જિલ્લાના મધાંગ વિસ્તારમાં હતું. ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જોકે, કોઈ જાનહાનીના સમાચાર મળ્યાં નહોતા. એશિયા ખંડમાં પણ અત્યારે ભૂકંપના આંચકા આવી રહ્યાં છે.