અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ...
Top Newsનેશનલ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ…

સિયાંગ : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો. સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી.

ગત વર્ષે પણ ભૂકંપના બે આંચકા

જ્યારે આ પૂર્વે 14 માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે 28 સપ્ટેમ્બરે તવાંગમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ બસર નજીક પણ 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગુજરાતના કરછમાં રવિવારે ભૂકંપના બે આંચકા

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો હતો. આ બંને ભૂકંપના આંચકાઓ અલગ અલગ ફોલ્ટ-લાઇનમાં અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર 3.1 અને 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, આજે બપોરે 12.41 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.1નો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 12 કિલોમીટરના અંતરે આવેલું હતું. જ્યારે બીજો ભૂકંપ
2.6ની તીવ્રતાનો હતો. જેનું એપિસેન્ટર હેરિટેજ પ્રવાસધામ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ હળવો આંચકો આજે સવારે 6.41 મિનિટે અનુભવાયો હતો.

આ પણ વાંચો…ભાદ્રપદા અમાવસ્યા અને સૂર્યગ્રહણની ઘટના વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપના બે આંચકા…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button