વ્હીસ્કી બનાવતી જાપાનીઝ કંપની Suntoryનું ભારતમાં આગમન
ભારત વ્હિસ્કી માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે, અને તે સ્વદેશી તેમજ મોટી વૈશ્વિક કંપનીઓ બંને દ્વારા પીરસવામાં આવે છે. જાપાની મલ્ટીનેશનલ બ્રૂઇંગ અને ડિસ્ટિલિંગ કંપની સનટોરીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે દેશમાં તેના વ્યવસાયને વેગ આપવા માટે ભારતીય પેટાકંપનીની સ્થાપના કરી છે. નવી કંપની – સનટોરી ઈન્ડિયા – જુલાઈમાં કામગીરી શરૂ કરશે અને તેનું નેતૃત્વ મેનેજિંગ ડિરેક્ટર માસાશી માત્સુમુરા કરશે. એક નિવેદન અનુસાર, કંપની તેની ઓફિસ ગુડગાંવ, હરિયાણા ખાતે સ્થાપશે.
કંપની Suntory ઈન્ડિયા દેશના એકંદર પીણા બજાર( દારૂ અને સોફ્ટ ડ્રિંક્સ બંને)માં તેની હાજરીને મજબૂત કરવાની યોજના ધરાવે છે. આનો હેતુ “એક મજબુત બિઝનેસ ફાઉન્ડેશન બનાવવા અને તેના હાલના સ્પિરિટ બિઝનેસમાં વૃદ્ધિને વેગ આપવા અને ભારતીય બજારમાં સોફ્ટ ડ્રિંક્સ તેમજ હેલ્થ અને વેલનેસ બિઝનેસ માટે તકો સ્થાપિત કરવા માટે જરૂરી કોર્પોરેટ કાર્યોને આવરી લેવાનો છે”, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
Suntory કંપનીની સ્થાપના 1899માં ઓસાકા – જાપાન ખાતે કુટુંબ-માલિકીના વ્યવસાય તરીકે કરવામાં આવી હતી. સનટોરી ગ્રૂપ પાસે યામાઝાકી અને હિબીકી જેવી પ્રખ્યાત જાપાનીઝ વ્હિસ્કીનો પોર્ટફોલિયો છે. તેના નોન-આલ્કોહોલિક પીણાંમાં ઓરેન્જિના, લુકોઝેડ, ઓએસિસ, સન્ટોરી ટેનેન્સુઈ વોટર વગેરેનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે, કંપની 2023 માં 20.9 બિલિયનડોલરની વાર્ષિક આવક સાથે સમગ્ર અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓશનિયામાં કાર્યરત છે.