ખાખી પર લાગ્યો દાગ! ઓડીશામાં પોલીસકર્મીઓએ આર્મી ઓફિસરની મંગેતરની જાતીય સતામણી કરી માર માર્યો
ભુવનેશ્વર: ઓડીશામાં ખાખી વર્દીને દાગ લાગે એવી ઘટના બની બની છે. ભુવનેશ્વર પોલીસે (Odisha Police) કથિત રીતે આર્મી કેપ્ટનની મંગેતર પર 15 સપ્ટેમ્બરના રોજ હુમલો કર્યો હતો અને તેની અયોગ્ય રીતે ધરપકડ કરી હતી. પીડિતાએ ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટરે તેની છેડતી કરી હતી અને તેને માર માર્યો હતો, તેને લાત મારવામાં આવી હતી અને કોરિડોરમાં ઢસડવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ નિર્દયતાથી માર મારતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પીડિત મહિલાને ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ મળ્યા બાદ પીડિતાએ આ બનાવ વિશે વાત કરી.
રોડ રેજની ઘટનામાં કેટલાક યુવકો સામે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાં કપલ પર પોલીસકર્મીઓ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આર્મી ઓફિસરની મંગેતરે કહ્યું કે, “જ્યારે હું મદદ માટે બૂમો પાડી રહી હતી, ત્યારે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સવારે લગભગ 6 વાગ્યે આવ્યા, તેમનું પેન્ટ નીચે ઉતાર્યું, તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવ્યા અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો.”
AIIMS ભુવનેશ્વર બહાર પત્રકારો સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે, “15 સપ્ટેમ્બરના રોજ, જ્યારે હું મારી રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે જઈ રહી હતી, ત્યારે યુવાનોના એક જૂથે અમારી કાર રોકી અને અમારી સાથે મારામારી કરવાનો પ્રયાસ કર્યો. અમે કારમાં નાસી છૂટ્યા, પાછી અમે એફઆઈઆર નોંધાવવા ભરતપુર પોલીસ સ્ટેશન ગયા જ્યાં એક મહિલા કોન્સ્ટેબલ નાઈટી પહેરીને રિસેપ્શન પર બેઠી હતી.”
આપવીતી જણાવતા પીડિતાએ કહ્યું કે મહિલા અધિકારીને ફરિયાદ નોંધાવવા અથવા યુવકોની ધરપકડ કરવા માટે પેટ્રોલિંગ યુનિટ મોકલવા વિનંતી કરી. પીડિત મહિલાએ કહ્યું કે “મહિલા અધિકારીએ મને મદદ ન કરી પરંતુ તેણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. જ્યારે મેં તેને કહેવાનો પ્રયાસ કર્યો કે હું એક વકીલ છું અને એફઆઈઆર નોંધાવવી તેની ફરજ છે, ત્યારે તેણે મારા પર ગુસ્સે થઈ ગઈ. થોડી જ વારમાં અન્ય એક મહિલા અધિકારી અને અન્ય સ્ટાફ પેટ્રોલિંગ વાહનમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેઓએ (મારા મંગેતરને) ફરિયાદ લખવાની મંજૂરી આપી, પરંતુ મને ખબર નહીં કેમ પોલીસે તેણે તરત જ કસ્ટડીમાં નાખી દીધો.”
મહિલાએ આરોપ લગાવ્યો કે, “મેં તેમને રોકવા માટે વિનંતી કરી પરંતુ તેઓ મને પોલીસ સ્ટેશનના કોરિડોરમાં મને ઢસડી રહ્યા. એક મહિલા કોન્સ્ટેબલે મારું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ મારા હાથ અને મારા પગ એક મહિલા કોન્સ્ટેબલના દુપટ્ટા સાથે બાંધી દીધા અને મને એક રૂમમાં બેસાડી દીધી. થોડા સમય પછી, એક પુરૂષ અધિકારી આવ્યો અને મારા સ્તન પર લાત મારવાનો પ્રયાસ કર્યો.”
આ કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાંચના એડીશનલ ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસને કરેલી ફરિયાદમાં સૈન્ય અધિકારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેની મંગેતરે પોલીસ અધિકારીઓ પાસેથી ધરપકડનું વોરંટ માંગ્યું ત્યારે તેને એક રૂમમાં ખેંચીને લઇ જવામાં આવી અને તેના કપડાં ઉતારી દેવામાં આવ્યા. IIC સહિત ચાર પુરૂષો અને ત્રણ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો.
ઓડિશા પોલીસે અત્યાર સુધી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દિનકૃષ્ણ મિશ્રા સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ આરોપો અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.
Also Read –