ઇન્દોર: ગઈ કાલે બુધવારે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લા(Indore)માં આઘાતજનક ઘટના બની હતી, ભારતીય સૈન્યના બે યુવાન અધિકારીઓ (Indian Army) એમની બે મહિલા મિત્રો સાથે પિકનિક પર હતા, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બંને અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો અને તેમની બે મહિલા મિત્રમાંથી એક કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, 23 અને 24 વર્ષની વયના અધિકારીઓ, જેઓ મહુ કેન્ટોનમેન્ટ નગરની ઇન્ફન્ટ્રી સ્કૂલમાં યંગ ઓફિસર્સ (YO) કોર્સ કરી રહ્યા છે, તેઓ તેમની બે મહિલા મિત્રો સાથે મંગળવારે પિકનિક માટે બહાર ગયા હતા.
બુધવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ, 6-7 લોકોનું એક જૂથ મહુ-મંડલેશ્વર રોડ પર પિકનિક સ્થળની નજીક પહોંચ્યું અને કારમાં બેઠેલા એક અધિકારી અને એક મહિલા મિત્રને માર મારવાનું શરૂ કર્યું.
| Also Read: Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…
એક અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અવાજ સાંભળીને અન્ય અધિકારી અને એક મહિલા, જે પહાડીની ટોચ પર હતા, સ્થળ પર પહોંચી ગયા, પરંતુ હુમલાખોરોએ બંદૂકની અણીએ તેમને રોકી રાખ્યા અને કારને બંધક બનાવી. હુમલાખોરોએ અધિકારીઓ પાસેથી 10 લાખ રૂપિયા ખંડણી માંગી હતી. અધિકારીએ આ તકનો લાભ લઇને સીનીયરોને ફોન પર જાણ કરી, જેમને પોલીસને જાણ કરી. પોલીસની એક ટીમ આ વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો વિસ્તાર છોડીને ફરાર થઈ ગયા હતા.
આર્મી અધિકારીઓ અને તેમની મહિલા મિત્રોને મહુ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ હતી કે એક મહિલા પર બળાત્કાર થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં છ શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.