
કઠુઆ, જમ્મુ અને કાશ્મીર: પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં સેના સઘન સર્ચ ઓપરેશન કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સેના દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, વધતી જતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘટના પર પહોંચીને તપાસ હાથ ધરી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક મહિલાએ પોલીસને જાણકારી આપી કે, આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ માણસો જોવા મળ્યાં છે, જેથી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મહિલાએ આપેલી આ જાણકારી બાદ સેના સત્વરે હરકતમાં આવી અને સઘન તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘટના પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જમ્મુ અને કાશ્મીર એસઓજી સાથે સ્થાનિક પોલીસ પણ સાથ આપી રહી છે.
આંતરરાષ્ટ્રીય સરહદ પાસે શંકાસ્પદ લોકો જવા મળ્યાઃ સૂત્રો
આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને દરેક આવતા-જતા વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલો છે. જેથી સેના વધારે સતર્ક બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ એવી આશંકા છે કે, આ શંકાસ્પદ લોકો કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે, જેથી સત્વરે તેમને પકડી પાડવા આવશ્યક છે. નોંધનીય છે કે, સેના દ્વારા સતર્કતા સાથે તપાસ કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાના આતંકીઓની પણ સેના દ્વારા શોધખોળ ચાલી રહીં છે.
આપણ વાંચો : Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું