શ્રીનગર: આજે ગુરુવારની વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાએ એનકાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ ઠાર કર્યા છે. અથડામણમાં દરમિયાન બે જવાન ઘાયલ થયા હતા.
અહેવાલ મુજબ કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દેરમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા પછી સુરક્ષા દળોએ બુધવારે રાત્રે કાર્યવાહી શરુ કરી હતી. સેનાએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષાદળોએ પણ વળતી કાર્યવાહી કરી.
Also read: જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો: બે મજૂરોની ગોળી મારીને હત્યા
આર્મીના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર લખ્યું, “19 ડિસેમ્બર 2024 ના રોજ, આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કુલગામના કાદરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન, સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ હતી. પરંતુ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. અમારા સૈનિકોએ અસરકારક રીતે જવાબ આપ્યો.”