
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં હવે આતંકવાદીઓની કમર તોડવા માટે સુરક્ષા દળો અને પોલીસે હવે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. જેમાં કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે તેમના ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. જેમાં હવે લશ્કરના આતંકવાદી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સેનાએ IED બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું. એહસાન અહેમદ શેખ જૂન 2023 થી લશ્કરનો સભ્ય હતો અને પુલવામાના મુરાનનો રહેવાસી છે.
સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા
આ ઉપરાંત લશ્કરના આતંકવાદી શાહિદ અહેમદના ઘરને પણ સુરક્ષા દળોએ ઉડાવી દીધું હતું. શાહિદ અહેમદનું ઘર શોપિયાના છોટીપોરા વિસ્તારમાં હતું. પહેલગામ હુમલા પછી, અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ કાશ્મીર પહોંચ્યા
પહેલગામ આતંકવાદી હુમલા પછી પહેલી વાર, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા. તેમણે ત્યાંની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. ભારતીય સેના પ્રમુખને આતંકવાદીઓ સામે સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
સુરક્ષા દળો એક્શન મોડમાં
શુક્રવારે કુલગામ જિલ્લાના થોક્કેરપોરા કૈમોહ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે ઓવરગ્રાઉન્ડ કામદારોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો હતો. આ કાર્યવાહી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના અભિયાનનો એક ભાગ હતી. ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદથી, ભારત સરકાર એક્શન મોડમાં છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા
આ પૂર્વે લશ્કરના આતંકવાદી શાહિદ અહેમદના ઘરને પણ સુરક્ષા દળોએ ઉડાવી દીધું હતું. શાહિદ અહેમદનું ઘર શોપિયાના છોટીપોરા વિસ્તારમાં હતું. પહેલગામ હુમલા પછી અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે.
સેના પ્રમુખ સ્થિતિની સમીક્ષા માટે કાશ્મીર પહોંચ્યા
પહેલગામ આતંકવાદી હુમલા પછી પ્રથમ વાર ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા. તેમણે ત્યાંની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. ભારતીય સેના પ્રમુખને આતંકવાદીઓ સામે સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા
શુક્રવારે કુલગામ જિલ્લાના થોક્કેરપોરા કૈમોહ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે ઓવરગ્રાઉન્ડ વર્કસની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો હતો. આ કાર્યવાહી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના અભિયાનનો એક ભાગ હતી. 22 એપ્રિલ મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદથી ભારત સરકાર એક્શન મોડમાં છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો…Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું